Abtak Media Google News

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ, ટૂંક સમયમાં નિર્માણ કાર્ય હાથ ધરાશે

મોરબીમાં ૧૨૦૦ સ્કવેર મીટરની જગ્યામાં રૂ.૩.૫૮ કરોડના ખર્ચે નવી નગરપાલિકા કચેરીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. નવી નગરપાલિકા કચેરી માટે ટેન્ડર પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ છે. આગામી દિવસોમાં કચેરીનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવશે.

મોરબીમાં હાલ નગરપાલિકા કચેરી આવેલી છે તેની બાજુમાં બાલમંદિરની જે જગ્યા ખાલી પડી છે ત્યાં નવી નગરપાલિકા કચેરી બનાવવામાં આવશે જોકે અગાઉ ૨૦૧૬માં મોરબી જીલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ વખતે નવી નગરપાલિકા કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે હવે નગરપાલિકા કચેરી બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ છે અને ટૂંક સમયમાં નવી નગરપાલિકા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

૧૮ મહિનામાં નગરપાલિકા કચેરીનું કામ પૂરું કરવાની મુદત છે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ તથા શૌચાલય બનાવવામાં આવશે ત્યારે પ્રથમ માળ પર ચીફ ઓફિસર ,પ્રમુખ અને ટાઉન પ્લાનિંગની ઓફિસ તથા ઇલેક્ટ્રિક સહિતની શાખાઓ બનાવવામાં આવશે બીજા માળે કોન્ફરન્સ રૂમ, હેલ્થ, વોટર વર્કસ ઉપરાંત ફાયર સેફટી તથા લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે નવી નગરપાલિકાનું ૧૨૦૦ સ્કવેર મીટરની જગ્યામાં નિર્માણ કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.