Abtak Media Google News

વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અન્વયે સમગ્ર ભારતમાં વિવિધ સ્વચ્છતાની બાબતોની આવરી સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. મોરબી જિલ્લામાં આ ક્ષેત્રે અસરકારક કામગીરી થઇ શકે તે માટે ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દવારા આયોજીત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે સ્વચ્છ ભારત મીશન (ગ્રાં) અન્વયે મોરબીના જિલ્લા પંચાયત હોલમાં નિગરાની સમિતિ ક્ષમતા નિર્માણ તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાના અધ્યક્ષ સ્થાને આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તાલીમ વર્ગમાં ગાંધીનગર ગ્રામ વિકાસ વિભાગના એે.આર.આર.એસ.પી.(ARRSP)ના કે.આર.સી.(KRS) દવારા જિલ્લાની જુદી-જુદી કચેરીઓમાંથી ઉપસ્થિત રહેલા નિગરાની સમિતિના સભ્યોની કાર્યક્ષમતા વધારવા અને સૌચાલયના ઉપયોગની ગ્રામ્યકક્ષાએ લોકોની માનસિકતા બદલવા અંગેની વિસ્તૃત વિડીયો પ્રેઝન્ટેશન દવારા જાણકારી આપવામાં આવી હતી.

આ સાથે ધનકચરા-વ્યવસ્થાપનની જરૂરિયાત અને તેના અસરકારક અમલી કરણથી થતા ફાયદાઓ વિશેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.તેમજ સરકારનો જાહેરમાં શૌચક્રિયાની જે પ્રવૃતિ થાય છે. તે પ્રવૃતિ અટકે તે માટેનો સરકારનો ઉદેશ છે. તેને આપણો કઇ રીતે સાકાર કરી શકીએ તેની જાણકારી આપવામાં આવી હતી.આ તાલીમ વર્ગને સફળ બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા દવારા સુદંર આયોજન કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.