Abtak Media Google News

મોરબીનાં મચ્છુ ૨ ડેમમાં વર્ષ ચાલે તેટલું પાણી છતાં ૧૪ ગામના ખેડૂતો શિયાળુ પાક ન લઇ શક્યા

ભારે વરસાદને પગલે કેનાલને મોટા પાયે થયું હતું નુકશાન, સિંચાઈ વિભાગની ઢીલી નીતિથી ખેડૂતો પાયમાલ

મોરબી જિલ્લામાં ગત ચોમાસામાં પડેલા  રેકોર્ડ બ્રેક વરસાદ થતા મોરબીનો મચ્છુ ૨ ડેમ ઓવરફલો થઈ ગયો હતો  એક તરફ પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઈ હતી. તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી જશે તેવી આશા હતી જોકે સિંચાઈ વિભાગની અણધડ નીતીને કારણે મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી કેનાલ છતાં પાણીએ ખાલી છે. મોરબીમાં મચ્છુ ૨  સિંચાઈ યોજના અંતર્ગત મુખ્ય ત્રણ કેનાલમાં ૮.૫ કિમીની કેનાલ નેટવર્ક પાથરાયેલ છે જોકે સિંચાઈ વિભાગ દ્વારા ભારે વરસાદમાં નુકશાન પામેલ કેનાલનું સમયસર રીપેરીંગ ન કરવાના કારણે મોરબી તાલુકાના ૧૪ ગામડામાં સિંચાઈનું પાણી મળ્યું નથી. જેના કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શક્યા નથી.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નીતી હોવાના દાવા વચ્ચે મોરબી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ૨૦૧૭માં ભારે વરસાદને પગલે મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મુખ્ય કેનાલ માંથી ડી૧ ડી૨અને ડી ૩ પેતાકેનાલ નીકળે છે આ પેટા કેનાલને મોટા પાયે નુકશાન થયું હતું.જે બાદ સિંચાઈ વિભાગ દ્વારા રૂ ૧૧.૨૭ કરોડના ખર્ચે કેનાલનું રીપેરીગ કામ શરુ કરવામાં આવ્યું હતું.જોકે કામગીરી સમયસર પૂર્ણ થઇ શકી ન હતી જેના કારણે ૨૦૧૮ના શિયાળુ પાક લઇ શકાયો ન હતો તો ૨૦૧૮ન વર્ષમાં દુષ્કાળ થતાસિંચાઈનું પાણી ન મળતા તે વર્ષે પણ શિયાળુ કે ઉનાળુ પાક લઇ શકાયો ન હતો. આ જોકે તંત્ર આ સમય દરમિયાન કેનાલનું રીપેરીંગ કામ કરી શકી ન હતી ત્યાં ફરી ૨૦૧૯ના  વર્ષમાં ફરી ભારે વરસાદને કારણે કેનાલમાં મોટા પાયે નુકશાન થયું હતું આ વખતે ત્રણેય કેનાલના કુલ ૮.૫ કિમીના નેટવર્કમાં નુકશાન થયું હતું તો આ કેનાલમાંથી નીકળતી માયનોર કેનાલમાં પણ માટી ભરાવવાના કારણે કેનાલ બુરાઈ ગઈ હતી ખેડૂતો દ્વારા દિવાળી સમયે તાત્કાલિક કેનાલનું રીપેરીગ કામ કરી તેમજ માઈનોર કેનાલની માટી દુર કરાવા માગ કરી હતી જેથી ખેડૂતો શિયાળુ પાક લઇ શકે જોકે સિંચાઈ વિભાગની ઢીલી નીતિને કારણે આ કામગીરી હજુ ૧૦થી ૧૫ ટકા સુધી જ થઇ શકી છે કેનાલ તૂટી જવાને કારણે મોરબી તાલુકાના અમરેલી, ખીજડીયા, વનાળીયા નારણકા જેપુર ખાખરાળા, લુટાવદર ખેવારીયાપીપળીયા નાની વાવડી બગથળા બીલીયા બરવાળા સહિતના ૧૪ ગામના ખેડૂતો શિયાળુ પાક લઇ શક્ય નથી એક તરફ ચોમાસું પાકથી થયેલા નુકશાનની ભરપાઈ શિયાળુ પાકની આશ લગાવી બેઠેલા ખેડૂતોની ઈચ્છા પર સિંચાઈ વિભાગની ઢીલી નીતિ ભારે પડી ગઈ છે. હજુ પણ આ કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે જેના કારણે આગામી સમયમાં ક્ર્યારે ખેડૂતોને કેનાલમાંથી પાણી મળતું થશે તે સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.