Abtak Media Google News

જેસીબી વેચાણના પૈસા પેટે આપેલોચેક રિટર્ન થયો હતો:સુરેન્દ્રનગર કોર્ટે આપ્યો ચુકાદો

વડોદમાંરહેતા ખેતી કરતા ખેડૂતે મોરબીના શખ્સને જેસીબી વેચાણથી આપ્યું હતું. જે પેટે અપાયેલી રૂ. ૬ લાખની રકમનો ચેક બેલેન્સના અભાવે રિટર્ન થતા સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરાયોહતો. કોર્ટે મોરબીના શખ્સને એક વર્ષની સજા અને ફરિયાદીને રૂપિયા ૬ લાખ ચૂકવવા હૂકમ કર્યો છે.

વઢવાણ તાલુકાના વડોદમાં રહેતા મનસુખભાઇ હેમંતભાઇ પટેલ ખેતી કામ સાથે કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે. મોરબીના જોધપુરમાં રહેતાવિપુલભાઇ ભગવાનભાઇ પટેલને તેઓએ વર્ષ ૨૦૧૧માં રૂપિયા ૭,૧૦,૦૦૦માં જેસીબી વેચાણથી આપ્યું હતું. જેમાં તા.૪ નવેમ્બરના રોજ ૬૦ હજાર અને ૯ નવેમ્બરના રોજ વિપુલભાઇએ રૂ. ૫૦ હજાર ચૂકવ્યા હતા. જયારે બાકી રહેતા રૂપિયા ૬ લાખમાટે ૩૦ નવેમ્બરની તારીખવાળો ચેક આપ્યો હતો. સમય માગતા વધુ એકચેક અપાયો હતો.જે ચેક પરત ફર્યો હતો. આથીમનસુખભાઇ એ સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા બીજાએડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ વી.બી.ચૌહાણે વિપુલભાઇ ભગવાનભાઇ પટેલને એક વર્ષની સજા ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.