Abtak Media Google News

મોરબી નગરપાલિકામાં રાજકીય ગરમાવા વચ્ચે આજે ફરીથી બજેટ બોર્ડ મળ્યું હતું અને આજે આખરે ૧.૭૭ લાખની પુરાંતવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું તો વિપક્ષે બજેટને આંકડાની માયાજાળ અને ભ્રષ્ટાચારરૂપી ગણાવ્યું હતુુંુુ.

મોરબી નગરપાલિકાની અગાઉ મળેલી સાધારણ સભામાં બજેટ નામંજૂર થતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે સામસામી આક્ષેપબાજી કરી હતી જેમાં બજેટ નામંજૂર થવા મુદે બંને પક્ષે એકબીજા પર દોષારોપણ કર્યું હતું અને આજે ફરીથી પાલિકાનું બજેટ બોર્ડ બોલાવ્યું હતું જેમાં ૩૮ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બજેટ અંગે મતદાન થતા ૧૯ સભ્યોએ તરફેણમાં જયારે ૧૭ સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું જયારે બે સદસ્યો તટસ્થ રહ્યા હતા અને બજેટ મંજુર કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ગત જનરલ બોર્ડ તા. ૨૭-૦૮ નું પ્રોસીડીંગ કાયમ કરવા, ઓલ લીલાપર રોડ સ્મશાન પાસેનું નાળું પહોળું કરવા, સીટી મામલતદાર ઓફીસથી નવલખી રોડ જતા રોડ સીસીરોડ કરવા તેમજ રેલ્વે સ્ટેશન રોડને ભોજાબાપા નામકરણ કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.

મોરબી નાગ્રપલીકાનું ૩૭૦૫૧.૬૨ લાખની આવક અને ૩૭૦૪૯.૮૫ લાખની જાવક વાળું અને ૧.૭૭ લાખની પુરાંતવાળું બજેટ મંજુર કરાયું હતું જે બજેટ મારફત એ વિવિધ કામોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.