Abtak Media Google News

 જીએસટી નોટબંધીના ચાર મહીનાનો કપરો કાળ ન નડયો હોત તો નિકાસનો આંકડો ર૦ હજાર કરોડને પાર હોત: કે.જી. કુંડારીયા

ચીનને ધોબી પછડાટ આપી અનેક પડકારો વચ્ચે વિશ્ર્વનાં ૧પ૦ થી વધુ દેશોમાં ટાઇટલ અને સેનેટરીવેર્સની નિકાસ કરી મોરબીના સિરામીક ઉઘોગે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં અધધધ કહી શકાય તેટલું ૧૨૦૦૦ કરોડથી વધુનું વિદેશી હુંડીયામણ કમાઇ આપ્યું છે. મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારીયાએ આંકડાકીય વિગતો આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૧૭-૧૮ માં સિરામીક ઉઘોગોનું ઉત્પાદન વેચાણ ૩પ૦૦૦ કરોડને પાર કરી ગયું છે.જેમાં ૩પ ટકા હિસ્સો તો વિદેશી નિકાસ થકી જ મેળવ્યો છે.

સિરામીક ઉત્પાદનો થકી ભારત જ નહી પરંતુ વિશ્વમાં ટોચનું સ્થાન હાંસલ કરનાર મોરબીના સિરામીક ઉઘોગે વર્ષ ૨૦૧૭-૧૮ માં દેશનાં ધરેલું બજાર ઉપરાંત વિશ્વના ૧પ૦ દેશોમાં પોતાના ઉત્પાદન થકી ૩૫૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. મોરબી સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું કે, ગતવર્ષ મોરબીનાં ટાઇટલ ઉત્૫ાદકોએ ૬૫૦૦ કરોડનું વિદેશી હુંડીયામણ રળી આપ્યું હતું. જે ચાલુ નાણાકીય વર્ષમાં વધીને બમણાથી વધુ થયું છે.અને નિકાસનો સતાવાર આંકડો ૧ર૦૦૦ કરોડને પાર કરી ગયો છે.

વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે મોરબીના સિરામીક ઉત્૫ાદકોની સીધી જ હરિફાઇ ચીન સાથે છે પરંતુ ચીનની ટાઇલસની કવોલીટી અને માપ, સાઇઝ સહીતના ધારાધોરણોમાં મોરબીના ઉત્૫ાદન નંબરવન કવોલીટી ધરાવતા હોય ભારતને ડ્રેગનને પછડાટ આપી છે. અને સ્થાનીક મારર્કેટ સર કરવાની સાથે આજે મોરબીના ઉત્૫ાદનો દેશનાં સિમાડાઓ વટાવી અમેરિકા, કેનેડા, મઘ્યપૂર્વ, સ્પેન, ઇટાલી, મેકસીકો, બાઝીલ, તૂર્કી અને સાઉદી અરેબિયામાં ખુબ જ ઉચી ડીમાન્ડ ધરાવે છે.

વિદેશમાં નિકાલ વધવા અંગે કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું કે પાછલા વર્ષોમાં વાઇબ્રન્ટ સીરામીક સમીટને કારણે મોરબીના સિરામીક ઉઘોગને લુસ્ટ મળ્યું છે. ગ્રાહકોને કલર, ડીઝાઇનની વિશાળ શ્રેણી અને વૈવિઘ્યપૂર્ણ પ્રોડકટને કારણે ઉપભોકતાઓની પસંદગીમાં વિશાળ  અવકાશ મળી રહ્યો છે. સાથે સાથે વાઇબ્રન્ટને કારણે વિદેશી ઉપભોકતા વેપારીઓ મોરબીના ઉઘોગકારોની વધુ નજીક આવતા આ સારા પરિણામો જોવા મળી રહ્યા છે.

ઉપરાંત મોરબીના ઉત્પાદીત થતી વિવિધ ટાઇલ્સમાં સંશોધકો થકી જીવીટી, પીજીવીટી, થીન ટાઇલ્સ, વિશાળ સાઇઝની ટાઇલ તેમજ જે તે દેશનાં ટેસ્ટ મુજબની ડીઝાઇન કવોલીટી બનાવવાની સાથે આફટર સેલ્સ સર્વીસીના મંત્ર અપનાવવામાં આવતા ચાલુ વર્ષ સિરામીક ઉત્૫ાદનનો નિકાસનો આંકડો ૧૨૦૦૦ કરોડને પાર કરી ગયો છે.

દરમિયાન કે.જી.કુંડારીયા ઉમેરે છે વર્ષ ૨૦૧૭-૧૮ માં મોરબીના સિરામીક ઉઘોગને નોટબંધી અને જી.એસ.ટી. જેવા પડકારોનો સામનો કરવો પડયો હતો જેને કારણે ૪ મહિના સુધી સિરામીક ઉઘોગ મંદીના ગરક થઇ ગયો હતો. છતાં પણ સિરામીક ઉઘોગકારોએ હિંમત ન હારતા આજે વિશ્ર્વમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યુ હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

002 1
જી.એસ.ટી. નોંટબંધી જેવા પડકારોનો સામનો કરી કરોડોનું વિદેશી હુંડીયામણ કમાઇ આપનાર મોરબીના સિરામીક ઉઘોગને હજુ ગેસના ભાવ અને જી.એસ.ટી. ના રીફંડનો પ્રશ્ન સતાવી રહ્યો છે. જો કેન્દ્ર રાજય સરકાર કામગીરીમાં સરળતા લાવે તો હજુ પણ આ ઉઘોગ કરોડો નહી પણ ખર્ચમાં વિદેશી હુંડીયામણ કમાઇ શકવાની ક્ષમતા ધરાવનું હોવાનું સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું.

કોલગેટની જેમ ટાઇલ્સમાં મોરબીનો દબદબો

વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે ડ્રેગનને હંફાવી સિરામીક પ્રોડકટ ઉત્પાદન નિકાસમાં નંબર વન બની ગયેલ મોરબીનો સિરામીક ઉઘોગ ટુથપેસ્ટમાં કોલગેટની જેમ જ ટાઇલ્સ માટે મોરબી સિરામીક ઉઘોગ ઉપભોકતાઓ માટે પર્યાય બની ગયો છે, મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું કે મોરબીના ઉઘોગપતિઓએ ચાઇનાને કિંમત અને કવોલીટીમાં પછડાટ આપી છે અને આજે સમગ્ર વિશ્વિમાં ટાઇલ્સ એટલે મોરબી ઇન્ડીયા જ માનવામાં આવી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.