Abtak Media Google News

બ્રાઝીલના કાયદા મુજબ ભારતીય દુતાવાસ છેતરપિંડીના કેસમાં કોઈ જ પગલાં નથી ભરી શકતું

બ્રાઝીલ સાથે મોરબીના સીરામીક ઉદ્યોગકારો મોટા પાયે ધંધો કરે છે ત્યારે કેટલાક ઇમ્પોર્ટરો દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે છેતરપિંડી આચરી માલ મંગાવી પેમેન્ટ આપવામાં આવતું ન હોવાના કિસ્સામાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા તમામ ઉદ્યોગકારોને એડવાન્સ પેમેન્ટ લઈને જ ધંધો કરવા હિમાયત કરવામાં આવી હતી.

હાલમાં બ્રાઝીલના સાઓ પોલો ખાતે ચાલી રહેલ એક્ઝિબિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી મોરબીના સીરામીક ઉદ્યોગ દ્વારા પોતાની પ્રોડકટ રજૂ કરવામાં આવી છે જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે, દરમિયાન બ્રાઝીલના ઇન્ડીયન એમ્બેસીમા કોનેસયુલેટ જનરલ વિજયસિંઘ ચૌહાણ સાથે મોરબી સિરામીક એશોસીએસનના ઉધોગકારોને પેમેન્ટમા પડતી તકલીફો અને કઇ રીતે બ્રાજીલ મા બીઝનેસ વધારો કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવા આવી હતી.

આ તકે મોરબીના એક્સપોર્ટના કંટેનરો જે રીતે બિલ કોપી વગર કંટેનર છોડાવી લે છે તે માટે શું કરવું જોઇયે તેની ચર્ચા કરી અને ભવિષ્ય મા બધોજ સહકાર આપવાની તેમને ખાત્રી આપી હતી જો કે તેઓએ ખાસ ધ્યાન દોર્યું કે પેમેન્ટ જો ફસાય તો તેમા અહીના કાયદા મુજબ એમ્બેસી કશુ જ નહી કરી શકે તો બ્રાજીલ મા ૧૦૦ % એડવાન્સ પેમેન્ટ વગર કોઇયે કામ કરવું નહી તેવી હિમાયત કરી હતી.

વધુમાં મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા એ મોરબીના સિરામીક ઉધોગની માહીતી આપી હતી એ તકે તેમની સાથે કોમર્સ વિભાગના અધિકારીઓ પણ જોડાયેલ હતા અને તેમને પણ મોરબીના ઉધોગ વિષે માહિતગાર કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.