Abtak Media Google News

નોકરી પરથી ઘરે આવી જીવન ટૂંકાવતા પરિવાર અને પોલીસબેડામાં શોક

બે દિવસ પહેલાં પત્ની પિયર ગયા બાદ પતિએ કરી આત્મહત્યા

મુળ હળવદના વતની અને મોરબી પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસમેને પોતાના ઘરે રાયફલથી ફાયરિંગ કરી આત્મહત્યા કરતા પરિવાર અને પોલીસમાં શોક છવાયો છે. એલઆરટી જવાને શા માટે આપઘાત કર્યો તે અંગે ઉચ્ચ અધિકારી દ્વારા જીવણવટભરી તપાસ ચાલી રહી છે. મૃતકની પત્ની બે દિવસ પહેલાં જ પિયર ગયા બાદ કરેલી આત્મહત્યાના પગલે તરેહ તરેહની ચર્ચા થઇ રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા એલઆરડી જવાન અનિલભાઇ દાનાભાઇ ડાભી નામના ૨૮ વર્ષના યુવાને પોતાના ઘરે પોતાની સર્વિસ રાયફલથી ફાયરિંગ કરી આત્મહત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

મૃતક અનિલભાઇ ડાભી મોરબી પોલીસ હેડ કવાર્ટરમાં એલઆરડી તરીકે ફરજ બજાવે છે. તેઓ ગઇકાલે ફરજ પુરી કરી પોતાના વતન સાપકડા ગામે ગયા બાદ એકાએક રાયફલમાંથી ફાયરિંગ કરતા તે લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે ઢળી પડયો હતો. અનિલભાઇ ડાભીના મૃતદેહને હળવદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાને જાણ થતા તેઓ હળવદ દોડી ગયા હતા. અનિલભાઇ ડાભીની ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલાયો છે.

અનિલભાઇ ડાભીના બે વર્ષ પહેલાં લખતર તાલુકાના ધણાડ ગામની અજંલીબેન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ અનિલભાઇ ડાભી માતા-પિતાથી અલગ રહેતો હતો ચાર વર્ષ પહેલાં એલઆરડી તરીકે પોલીસ ડીપાર્ટમેન્ટમાં જોડાયા હતા ચૂંટણી બંદોબસ્તમાં હોવાથી તેને રાયફલ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. અનિલભાઇ ડાભીના પત્ની અંજલીબેન બે દિવસ પહેલાં પિયર ગયા બાદ ઘરે એકલા હતા ત્યારે ફાયરિંગ કરી આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.