Abtak Media Google News

ટ્રાફિક નિયમ ભંગ બદલ વાહન ચાલકો દંડાયા :  ૪૦૦૦ રૂપીયા નો દંડ વસુલાયો

મોરબી પોલીસને ચૂંટણીનો થાક હજુ ઉતર્યો નથી ત્યાજ ટ્રાફિકથી ધમધમતા નહેરુગેટ,પરાબજાર સહિતના વિસ્તારમાં ઝુંબેશરૂપી કામગીરી કરી ટ્રાફિક નિયમ ભંગ કરતા ૩૦૦ વાહનચાલકોને એક જ કલાકમાં દંડી કાયદાનું ભાન કરાવતા કાયદો તોડનારાઓમાં હાહાકાર મચી ગયો હતો.એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જે.ચૌધરીએ જુદી જુદી ટીમો બનાવી અને રૂબરૂ હાજર રહી,પીએસઆઈ એમ.વી.પટેલ ,ટ્રાફીક પીએસઆઈ દાફડા સહીતના પોલીસ જવાનો સાથે મળી શહેરના નહેરૂ ગેઈટ,શાકમાર્કેટ,પરાબજાર,ગેસ્ટહાઉસ રોડ,વીસી ફાટક જેવા ટ્રાફીકવાળા વિસ્તારો મા રૂબરૂ હાજર રહી ટ્રાફીક નુ ઉલ્લંઘન કરતા ૩૦૦ થી વધુ વાહનચાલકો સામે લાલ આંખ કરી અને દંડ ફટકાર્યો હતો.

વધુમાં પોલીસ દ્વારા એક કલાક મા જ રૂ.૪૦૦૦ રૂપીયાથી વધુનો ટ્રાફીક નિયમોનો ભંગ કરનારને દંડ ફટકારવામા આવ્યો હતો. જો કે મોટા ભાગે ચૂંટણી બાદ પોલીસ થાક ઓસરવા રજા લઈ લેતા હોય છે અથવા તો ફરવા જતા રહેતા હોય છે પરંતુ મોરબી એ ડિવીઝન પોલીસે ચીવટ પૂર્વક પાછુ કામ શરૂ કરી દીધુ છે.એજ રીતે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ.એ.ગોહીલે પણ હાઈવે પર ટ્રાફીકજામ સર્જાતા મોડી સાંજે ટ્રાફીક ઝુબેશ શરૂ કરી હતી અને વાહન ચાલકોને ટ્રાફીક નિયમ ન તોડવા કડક સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.