મનહર ઉધાસના વીડિયો આલ્બમ જાગને જાદવાનું મોરારિબાપુના હસ્તે વિમોચન કરાશે

હવે વિશ્વભરમાં ગુંજશે નરસિંહ મહેતાની કૃષ્ણભકિત

ગુરૂવારે ગિરનાર તળેટી જૂનાગઢ ખાતે વિમોચન સમારોહ

કવિ નરસૈયાની પદોના મનહર ઉધાસના કંઠે તૈયાર થયેલ વિડીયો આલ્બમ જાગનેજાદવાનું નરસિંહ મહેતાની ભૂમી જૂનાગઢમાં ગુરૂવાર મોરારીબાપુ ના વરદ હસ્તે વિમોચન થશે.ચોરવાડ/માં ડી.કે.ગ્રુપ ગીર સોમનાથના દીપક કકકડેને જણાવેલ હતું કે મનહર ઉધાસના સ્વરના ગવાયેલા નરસિંહ મહેતાના પદો જાગનેજાદવા આલ્બમનું  વિમોચન સૌના  પ્રિય એવા સુપ્રસીધ્ધ કથાકાર પૂ.શ્રી મોરારીબાપુના વરદ હસ્તે થાય તેવી યજમાન પરીવારે ઈચ્છા વ્યકત કરી હતી જેથી દીપક કકકડે પુ.મોરારીબાપુને વિનંતી કરતા બાપુ એ પણ કવિ નરસૈયાની ભકિતના યજ્ઞમાં નિમીત બનવા તેમની અનુમતી આપી હતી.જાગને જાદવા તુજ વિના ઘેનમાં ગાયો કોણ ચારશે? વૈષ્ણજનતો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, જાગીને જોઉ તો, ભુતળ ભકિત પદારથ, જે ગમે જગતગુરૂ,જળકમળ છાંડી જાને બાળારે જેવા ગુજરાતી ભકિત સંગીતમાં તથા લોક જીવનમાં વણાઈ ગયેલા ભકત કવિ નરસૈયાના પદોને લોકપ્રિય ગાયક મનહર ઉધાસના સ્વરાંકન સાથે તૈયાર થયેલ વીડીયો આલ્બમનું તા.૨૦/૨/૨૦૨૦ને ગુરૂવારે મોરારી બાપુના હસ્તે લાલઘોરી ગીરનાર તળેટી જૂનાગઢમાં વિમોચન થશે.

Loading...