Abtak Media Google News

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન રાહત અને બચાવ કામગીરી માટે જયુબીલી કંટ્રોલ રૂમ ૨૪ કલાક ધમધમતો રહેશે, અધિકારીઓ અને કર્મચારીઓને ડયુટીનાં ઓર્ડર કરતા મ્યુનિસિપલ કમિશનર

ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ભારે વરસાદ દરમિયાન શહેરમાં રાહત અને બચાવ કાર્યમાં સંકલન જળવાય રહે તે માટે કોર્પોરેશન દ્વારા જયુબેલી ખાતે ૨૪૭ ફલ્ડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આમાટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની ડયુટીનાં ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. ફલ્ડ કંટ્રોલ રૂમનાં નંબર પણ જાહેર કરવામાં આવે છે.

દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન જયુબેલી ખાતે ફલ્ડ કંટ્રોલ રૂમ શરૂ ‚કરવામાં આવે છે. આજે ૧લી જુનથી કંટ્રોલ રૂ‚મ શરૂ ‚કરી દેવામાં આવ્યા છે. ૨૪ કલાક કાર્યરત રહેનાર આ ફલ્ડ કંટ્રોલ રૂમનાં લેન્ડલાઈન નંબર ૦૨૮૧- ૨૨૨૫૭૦૭ અને ૨૨૨૮૭૪૧પર ચોમાસાની સીઝનમાં શહેરીજનો વરસાદી પાણી ભરાવવા, વૃક્ષો પડવા સહિતની ફરિયાદો નોંધાવી શકશે. આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ૩ શીફટ માટે ફલ્ડ કંટ્રોલરૂમ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓને ડયુટીનાં ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં ૨૧ આસીસ્ટન્ટ મેનેજર કક્ષાનાં અધિકારીઓને અલગ-અલગ શીફટમાં કામ સોંપવામાં આવ્યું છે જેને એક સહાયક કર્મચારી પણ આપવામાં આવ્યો છે. ફલ્ડ કંટ્રોલરૂમ ખાતે દર સોમવારે ડી. એચ. પરમાર,  બી. એલ. કાથરોટીયા અને વી. એચ. પટેલ, દર મંગળવારે એન. એમ. વ્યાસ, એચ.ડી.લખતરીયા અને વી.આર.મહેતા, બુધવારે કે.બી.ઉનાવા, બી.એમ.ડોડીયા અને એમ. આઈ. વોરા, ગુરુવારે એન.એમ.વ્યાસ, એમ.બી.ચોલેરા, એમ. ડી. ખીમસુરીયા, શુક્રવારે આર. એમ. ગામેતી, વી. ડી. ઘોણીયા અને એસ. કે. ગુપ્તા,  શનિવારે એ. એસ. વોરા,  એન. એમ. આરદેસણા અને એમ. આઈ. વોરા જયારે રવિવારે વી. આર. મહેતા,  એમ. ડી. ખીમસુરીયા અને એસ. પી. દેત્રોજા ફરજ બજાવશે.

બજરંગવાડીમાં વોકળા સફાઈ વેળાએ જેસીબીએ પાણીની લાઈન તોડી વોર્ડ નં.૨નાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયું

ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રિ-મોનસુન કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અલગ-અલગ વિસ્તારોમાં વોંકળા સફાઈ સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે શહેરનાં વોર્ડ નં.૨માં બજરંગવાડી વિસ્તારમાં વોંકળા સફાઈ દરમિયાન જેસીબીની બ્લેડ વાગવાનાં કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાર્યુ હતું જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ મોડુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

બજરંગવાડીમાં વોંકળા સફાઈ દરમિયાન જેસીબીની બ્લેડથી ૮ ઈંચની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે પાઈપલાઈન ધડાકાભેર ફાટતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ‚ કરી દેવામાં આવ્યું હોવા છતાં વોર્ડનં.૨નાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ નિર્ધારીત સમય કરતા બે કલાક જેટલું મોડુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.