Abtak Media Google News

Ipoint Logo For Header 1 1 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૨.૦૭.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૫૪૧૪.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૫૬૦૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૫૫૯૫.૩૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૯.૬૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૦.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫૭૫૨.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૪૦૮.૩૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૪૫૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૪૪૮.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૪૯૪.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૮૧૭૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૨૨૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૧૬૨ ના નીચા મથાળે નોંધાવી ૭૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૧૯૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૬૯૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૭૦૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૬૯૦ ના નીચા મથાળે નોંધાવી ૬૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૭૦૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

જુલાઈ મહિનાના બીજા દિવસે ભારત ચીન ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના મહામારી વચ્ચે અનલોક – ૨માં વધુ છૂટછાટો સાથે અમલી બનતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશ્યલ પરપઝ વ્હીકલ(એસપીવી) થકી એનબીએફસી અને એચએફસીઝ-હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ માટે સ્પેશ્યલ લિક્વિડિટી સ્કિમને મંજૂર કર્યાનું જાહેર થતાં આજે ફાઈનાન્સ-બેંકિંગ શેરોની આગેવાનીમાં ફંડોએ શેરોમાં ફરી તોફાની તેજી કરી હતી. લદ્દાખના ગલવાન ખીણમાં થયેલ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. ભારતે ૫૯ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા સાથે હવે ચીન પણ ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે અને દૈનિક ધોરણે કંઇક મોટું કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે ભારતે પણ કડક વલણ અપનાવ્યું છે અને ચીનને તેની દરેક પ્રતિક્રિયાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી બતાવી છે. આ સ્થિતિની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી છે. ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૦% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૦.૫૦% અને નેસ્ડેક ૦.૯૫% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૨% વધીને વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ઈંઝ, ટેકનો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી, તેમજ અંદાજીત અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૧ અને વધનારની સંખ્યા ૧૪૮૦ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચીન સાથે વધી રહેલો આર્થિક તણાવ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર કરી શકે એવી ચેતવણી અમેરિકા-ભારતનાં બે વેપારી સંગઠને આપી છે. ઉલ્લેખનીય છે કે, જૂનનાં મધ્ય ભાગમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ થયો હતો. તેને લીધે ભારતે પોર્ટ્સ અને એરપોર્ટ્સ પર ચીનથી આયાત થતા માલનું ફિઝિકલ ચેકિંગ ચુસ્ત બનાવ્યું હતું અને એટલે ક્લિયરન્સમાં વિલંબ થઈ રહ્યો છે. ભારત અને ચાઈના વચ્ચે વધી રહેલા જીઓપોલિટિકલ ટેન્શનથી વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ ખરડાયું છે. બીજી તરફ કોવિડ-૧૯ના કેસમાં રેકર્ડ વૃદ્ધિ પાછળ ફરી એકવાર રોકાણકારો ચિંતિત બન્યા છે. કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓનો કુલ આંક એક કરોડને પાર કરી ગયો છે. અંદાજીત ૧૦૦થી વધુ કંપનીઓ વેક્સિનની શોધમાં છે. જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી કોવિડ-૧૯ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવો કઠિન જણાઈ રહ્યો છે. જે ઘટના વૈશ્વિક અર્થતંત્ર માટે અવરોધરૂપ છે. સ્થાનિક સ્તરે માર્ચ મહિના દરમિયાન ઇક્વિટીઝમાં વેચવાલી નોંધાવનાર વિદેશી રોકાણકારો પછીના સમયગાળામાં ચોખ્ખા રોકાણકાર રહ્યા છે. આગામી સમયમાં આરબીઆઇએ સ્થાનિક સ્તરે કરેલા રેટ કટની અસર પણ ભારતીય શેરબજારમાં જોવા મળશે. એમએસએમઇ સહિત ક્રેડિટ ઓફ-ટેકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. સરકાર તરફથી બાંહેધરીને કારણે બેન્કોએ પણ જરૂરિયાતમંદ સાહસિકોને નાણાકીય સપોર્ટ પૂરો પાડ્યો છે અને આ બધાં પરિબળો પાછળ આગામી દિવસોમાં અર્થતંત્રમાં કેટલાક પોઝિટિવ સંકેતો જરૂર જોવા મળશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

HDFC લિ. ( ૧૮૨૭ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૩ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૭૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૬૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!

HDFC બેન્ક ( ૧૦૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૭૮૩ ) :- રૂ.૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૭૫૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ગ્રાસિમ ઇન્ડ. ( ૬૨૧ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૬૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૨૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૩૭ થી રૂ.૪૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.