કોઈ બીજાના ખાતામાં ભૂલથી પૈસા મોકલાઈ ગ્યા? તો આવી રીતે મેળવી શકાય પરત!!

દેશમાં ડિજિટલાઈઝેશનના આગમન સાથે ઓનલાઈન પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. મોટાભાગના લોકો તેમના મિત્રો અને પરિવારના સભ્યોને પૈસા આપવા માટે આ પ્લેટફોર્મનો આશરો લે છે. કારણ કે આ સેવાથી સમયનો બચાવ કરે છે.

જોકે, ઓનલાઈન પેમેન્ટથી ઘણી વખત લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચુકવણી કરવામાં ઉતાવળ અથવા ભૂલના કારણે પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. જો તમે કોઈ ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો તો તમારે શું કરવું જોઈએ?

છેલ્લા ઘણા વર્ષોમાં એવી ઘટનાઓ બની છે કે જેમાં પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોય અથવા કોઈ ઓનલાઈન દ્વારા છેતરપિંડી થઈ હોય. ઘણી એવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે જેમાં માત્ર મિસ્ડ કોલથી ખાતામાંથી પૈસા ઉડાવી દેવામાં આવ્યા હોય, આવી ઘટનાઓ સતત વધી રહી છે.

પૈસા પાછા મેળવવા માટે તમારે પહેલા એટીએમ કાર્ડ નંબર અને ઇન્ટરનેટ બેંકિંગ સેવા બંધ કરવી પડશે. આ પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી જોઈએ ત્યારબાદ એફઆઈઆરની એક નકલ બેંકને સબમિટ કરવાની રહેશે.

એફઆઈઆર મુજબ ઉપાડેલા નાણાંની બેંક તપાસ કરશે. જો તમારી સાથે કોઈ પ્રકારનો છેતરપિંડી થઈ છે તો તમને સંપૂર્ણ પૈસા પાછા મળશે. પરંતુ જો તમે આકસ્મિક રીતે બીજા કોઈના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે, તો તમારી બેંકમાં જવું અને તમે કઈ વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે તે શોધવાનું આ પછી તે ખાતાની બેંક પર જાઓ જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

જો તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કરવાનો પુરાવો આપો તો તમને પૈસા મળી શકે છે. આ માટે બેંકને ભૂલવિશે માહિતી આપવી અને વિગતવાર માહિતી આપવી. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, જો તમારી પરવાનગી વિના પૈસા ઉપાડવામાં આવે છે તો તમારે ત્રણ દિવસની અંદર આ ઘટના વિશે બેંકને જાણ કરવી પડશે.