Abtak Media Google News

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ બ્રાંચ અને ગુજરાત સ્ટેટ બ્રાંચના સંયુક્ત ઉપક્રમે  ડીઝાસ્ટર મેનેજમેન્ટના નેજા હેઠળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે આપતકાલિન પ્રાથમિક સેવાઓને અનુલક્ષીને પ્રાયોગિક નિર્દેશન (મોક ડ્રીલ) યોજવામા આવેલ. સવારે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ખાતે રેડ ક્રોસ સ્ટેટ બ્રાંચ વતી કોઓર્ડીનેટર ઝંખનાબેન હીરાગર તથા હર્ષિલ દવેએ પ્રાયોગિક નિર્દેશન કરાવેલ જેમાવિવિધ કોલેજના વિધાર્થીઓએ ભાગ લિધેલ. યુનિવર્સિટી કેમ્પસમા ઉત્કૃષ્ઠ વ્યવસ્થા મળી રહે તે માટે પ્રોફેસર ડો.મહેન્દ્રભાઇ દવેની આગેવાની હેઠળ યુનિવર્સિટીના પ્રાધ્યાપકગણ અને સ્ટાફ તરફથી ખુબજ સુંદર સહકાર મળેલ. બપોરબાદ સરકારી વિજ્ઞાન કોલેજમા પ્રાયોગિક નિદર્શન યોજાયેલ. વિજ્ઞાન કોલેજના પ્રિન્સીપાલ ડો. સ્મિતાબેન છગ તથા તેના સ્ટાફ તરફથી તમામ વ્યવસ્થાઓ માટે સુંદર સહકાર મળેલ. કાર્યક્રમ દરમ્યાન બોયઝ હાઇસ્કુલ તથા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સ્ટાફની ઉપસ્થિતી પણ નોંધનીય રહી. નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન સુયાણીની કાર્યક્રમની મુલાકાત ખુબજ સરાહનીય રહી. તદુપરાંત ચીફ ઓફીસર જતીન મહેતા સાહેબ, ફાયરના ચીફ  હીરપરા સાહેબ, ફાયર બ્રીગેડના પ્રવિણભાઇ તથા સ્ટાફે ઉપસ્થિત ફાયર ફાઇટર(વોટર બ્રાઉઝર), ફાયર એક્સ્ટીંગ્યુઝ વિ.સાધનો સાથે પ્રાયોગિક નિર્દેશન આપેલ. સમગ્ર કાર્યક્રમમા રેડ ક્રોસ-ગીર સોમનાથના સભ્યો સમિર ચંદ્રાણી, ભગવાન સોનૈયા, અનિષ રાચ્છ, ડો.કે.એન. બારડ અને વિરલ બજાણીયાની ઉપસ્થિતી પ્રોત્સાહક રહી. સમગ્ર કાર્યક્રમની પૂર્વ તૈયારીમા તથા કાર્યક્રમ દરમ્યાન ચેરમેન કિરીટ ઉનડકટના માર્ગદર્શન હેઠળ સેવારામ મુલચંદાણી, ડીઝાસ્ટર કમિટીના ગીરીશ ઠકકર તથા ગીરીશ વોરાએ ખુબજ ખંતથી જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.