Abtak Media Google News

વોર્ડ નં.૦૪માં આર. ડી. રેસીડન્સી તથા શિવધારા મેઈન રોડ પર પેવર કામનું ખાતમુહૂર્ત કરતા સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ નીતિનભાઈ ભારદ્વાજ

રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા “સૌનો સાથ સૌનો વિકાસ” સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૪માં આર. ડી. રેસીડન્સી તથા શિવધારા મેઈન રોડ પર પેવર કામનું ખાતમુહૂર્ત સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવેલ.

આર. ડી. રેસીડન્સીમાં પેવર કામ રૂ.૨.૫૭ કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં, જુદા જુદા ટી.પી. સ્કીમણા રોડ પર આ કામગીરી કરવામાં આવશે. શિવધારા મેઈન રોડ પર પેવર કામ ૩૦.૬૭ લાખના ખર્ચે કરવામાં આવશે જેમાં જય શક્તિ પાર્ક, રાજલક્ષ્મી, અભિરામ પાર્ક વિગેરે વિસ્તારોને વધુ સારા રસ્તાઓની સુવિધા મળશે.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ પ્રમુખશ્રી સંજયભાઈ ગોસ્વામી,મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી.પટેલ, પૂર્વ મહામંત્રી દેવદાનભાઈ કુંગશીયા, ભરતભાઈ લીંબાસીયા, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, વોર્ડ નં.૪ યુવા પ્રમુખ ચંદુભાઈ ભંડેરી, ઉપપ્રમુખ વિજયભાઈ કુંભારવાડિયા, લલીતભાઈ ઘેટીયા, વોર્ડ અગ્રણીયશ્રી જનકભાઈ કુંગશિયા, અમિતભાઈ, દિનેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ, અજયભાઈ લોખિલ, મલ્કેશ પરમાર, હિતેશભાઈ ગોહેલ, જેસીંગભાઈ રાઠોડ, વિનોદભાઈ જાની, પ્રવિણભાઈ પટેલ, જે. ડી. ભાખર, રામભાઈ બિહારી, સુરેશભાઈ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.