Abtak Media Google News

મારા મીત્ર મોદી માટે સાયબર સુરક્ષા મુદે સહકારના દરવાજા ખૂલ્લા: ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યહુ

વડાપ્રધાન મોદી આગામી તા.૪થી ૬ જુલાઈ દરમિયાન ઈઝરાયલની મુલાકાત લેવાના છે. તેમનો આ પ્રવાસ દેશની સાયબર સુરક્ષા માટે અહમ્ રહેશે ઈઝરાયલ અને ભારત વચ્ચે પાણી અને ખેતીની સાથોસાથ સાયબર સિકયુરીટીની બાબતે પણ મહત્વના કરાર થશે.

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યહુએ ભારત સાથે થનારા કરારની ઝલક આપતા કહ્યું હતુ કે, સાયબર સીકયુરીટી હાલ ગંભીર બાબત છે. દેશના તમામ દેશો ઈઝરાયેલ સાથે સાયબર સુરક્ષા ક્ષેત્રે સહકાર ઈચ્છે છે. આવતા અઠવાડીયે મારા મીત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના છે. ત્યારે આ બાબત મહત્વની રહેશે. તેમણે ઉમેર્યુ હતુ કે, સાયબર સુરક્ષા અંગે ઈઝરાયલની ખાસીયતના કારણે હાલ આ ક્ષેત્રનું ૨૦ ટકા મૂડી રોકાણ એકલા ઈઝરાયલને મળી રહ્યું છે. સાયબર સુરક્ષા ક્ષેત્રે મૂડી રોકાણ માટે ઈઝરાયલ રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.