Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરને દુનિયાના પર્યટન નકશા પર લાવવા ૧૦૦ કરોડની પરિયોજના

ગુજરાતનાં વડનગરમાં ચા ની જે દુકાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નાનપણમાં ચા વેચતા હતા તેને કેન્દ્ર સરકારે નવું ‚પ આપવાનો નિર્ણય કર્યો છે. અને આ જગ્યા હવે ટુરીસ્ટ સ્ટોપ બનશે વડનગર રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચાની આ દુકાન આવલે છે.

ગુજરાતનાં મહેસાણા જીલ્લામાં સ્થિત નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ને દુનિયાના નકશા પર લાવવાની વ્યાપક પરિયોજના અંતર્ગત ચાની આ દુકાનને પર્યટન કેન્દ્રમાં બદલવાની યોજના છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારીઓએ વડનગર શહેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ ઘોષણા કરી હતી કે આ જગ્યાને આધૂનિક સ્વ‚પ આપી તેના મૂળ સૌદર્યને સંરક્ષીત કરાશે.

મહેશ શર્માએ ગાંધીનગરમાં વધુમાં જણાવતા સંવાદદાતાઓને કહ્યું હતુ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળની સાથે જ વડનગર એક મહત્વપૂર્ણ ઐતિહાસીક કેન્દ્ર છે જયાં પ્રસિધ્ધ શર્મિષ્ઠા તળાવ અને એક વાવડી છે. એએસઆઈ દ્વારા તાજેતરમાં જ ત્યાં ખોદકામ દરમિયાન એક બૌધ્ધ મઠના અવશેષ મળી આવ્યા હતા. જેનું ઉત્ખનન કાર્ય હજુ પણ ચાલુ છે.

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સભાઓમાં અવાર નવાર ઉલ્લેખ કરતા કે તેઓ વડનગર રેલવે સ્ટેશન પર તેમના પિતાની સાથે નાનપણમાં ચા વેચતા હતા શર્માએ કહ્યું કે, તે ચાની દુકાન જયાંથી વડાપ્રધાને તેમની જીવન યાત્રા શ‚ કરી હતી અમે એ દુકાનને પર્યટન સેન્ટર તરીકે વિકસાવવા માંગીએ છીએ અમારો ઉદેશ વડનગરને વિશ્ર્વ પર્યટનના નકશા પર લાવાનો છે તેમજ આ પરિયોજના માટે ૧૦૦ કરોડથી વધુ ‚પીયાનું બજેય છે. જેમાં વડનગર રેલવે સ્ટેશન ઉપરાંત વડનગર, મોઢેરા અને પાટણનો પણ સમાવેશ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.