Abtak Media Google News

કેન્દ્રની મોદી સરકાર એટલે એક આદર્શ ગવર્નમેન્ટનું ઉદાહરણ: ભાનુભાઈ મેતા

રાજકોટ ૭૧માં લાખાભાઈ સાગઠિયાને જબરો આવકાર

 કેન્દ્રની ભાજપ સરકારે મોદીજીના નેતૃત્વ તળે તમામ મોરચે ઉજ્જવળ દેખાવ કર્યો છે. દેશની ર્અનીતિી લઈને આંતરિક અને સરહદી સુરક્ષા, વિદેશનીતિ સુધીના તમામ મામલે ભાજપ સરકારને પૂરેપૂરા માર્ક્સ મળે છે. અગાઉની કોંગ્રેસ-યુપીએ સરકારે તમામ રીતે દેશની ઘોર ખોદી નાંખી હોવા છતાં મોદીજીએ હિમ્મતપૂર્વક દેશને ઉગારી લીધો છે. તેમ આજે શ્રી ભાનુભાઈ મેતાએ રાજકોટ  ૭૧ના ભાજપના ઉમેદવાર શ્રી લાખાભાઈ સાગઠિયાના સર્મનમાં યોજાયેલા સંમેલનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોદીજીના શાસનમાં ભ્રષ્ટાચારી અને દેશદ્રોહી સિવાય બધાને મોજે મોજ છે.

શ્રી ગૌતમભાઈ કાનગડએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, વિદેશ નીતિ બાબતે ક્યારેય જાગૃત ન હતું. પરંતુ મોદીજીના આગમન પછી આજે દેશ-વિદેશમાં ભારતના ઝંડા લહેરાય છે. વિશ્વની મહાસત્તાઓ આજે ભારતનું મહત્વ સ્વીકારતી ઈ છે. બીજી તરફ ર્અતંત્રમાં પણ વોટબેંકની પરવા કર્યા વગર કેટલાક ક્રાંતિકારી નિર્ણયો કેન્દ્ર સરકારે લીધો છે. આ જ દર્શાવે છે કે, રાષ્ટ્રહિત માટે તેમનું મનોબળ કેટલી હદે મજબૂત છે.

દેશની એનડીએ સરકારની પ્રશંસા કરતાં શ્રી અરવિંદભાઈ સિંધવએ કહ્યું હતું કે, કાશ્મીરમાં છેલ્લાં એક વર્ષમાં બસ્સો કરતાં વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. રાષ્ટ્રની સુરક્ષા માટે ઝીરો ટોલરન્સની નીતિ મોદીજી દ્વારા અપનાવવામાં આવી છે. આ તેમની રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ છે.

 

તેમણે જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે મોદીજીની આગેવાનીમાં એનડિએ સરકાર કટિબદ્ધ છે.

શ્રી લાખાભાઈ સાગઠીયાને આ વિસ્તારમાં પ્રચંડ જનસર્મન સાંપડી રહ્યું છે. આજની આ સભામાં કેન્દ્રની ગ્રામ્યલક્ષી  કલ્યાણકારી યોજનાનો ઉલ્લેખ કરતા શ્રી ભરતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કેન્દ્રની સરકાર હવે મોદીજીના નેતૃત્વમાં ચાલે છે ત્યારે કિસાન તરફી ઝોંક સ્પષ્ટ દેખાઈ આવે છે. ગરીબ  દબાયેલા  કચડાયેલાં વર્ગ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના કારણે દેશનો ગરીબ ઝડપભેર ગરીબીમાંી મુક્તિ મેળવી રહ્યો છે.

શ્રી લાખાભાઈ સાગઠિયા સો લોક પ્રચારમાં શ્રી રાજુભાઈ અઘેરા, શ્રી મોહનભાઈ દાફડા, શ્રી ડી. બી. ખીમસુરીયા, શ્રી રાજુભાઈ લુણાગરીયા, શ્રી રોહિતભાઈ દાફડા, શ્રી નીતિનભાઈ ઢાંકેચા તા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.