Abtak Media Google News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં પર થયેલા આતંકી હુમલા વિશે રાખવામાં આવેલી કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ કમિટીની બેઠકમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી અને નાણા મંત્રી પણ સામેલ થયા હતા. આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી.

CSSની બેઠક પછી અરુણ જેટલી અને નિર્મલા સીતારમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમાં અરુણ જેટલીએ જણાવ્યું કે, આ બેઠકમાં પુલવામા હુમલા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં CSSની બેઠક પછી મોદી સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) નો દરજ્જો છીનવી લીધો છે.

જમ્મુ કાશ્મીરના લેથપોરામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 44 જવાન શહીદ થયા છે. ઘટનાની તપાસ NAIને સોંપવામાં આવી છે. એનઆઈએની 12 સભ્યોની ટીમ શુક્રવારે હુમલાવાળી જગ્યાએ ફોરેન્સિક પુરાવા ભેગા કરવા જશે. આ ટીમમાં એક આઈજી રેન્કના ઓફિસરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

 જમ્મુથી શ્રીનગર જતી સીઆરપીએફની 78 ગાડીઓના કાફલા પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. આ કાફલામાં 2547 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. વિસ્ફોટકથી ભરેલી ગાડી દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલાં ઓક્ટોબર 2001માં કાશ્મીર વિધાનસભા ઉપર પણ આ પ્રકારનો જ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 38 લોકોના મોત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.