Abtak Media Google News

દેશભરના કલેકટરો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ કરી મહત્વના સુચનો કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અધિકારીઓ સાથે ખાસ સંપર્ક રાખવામાં આવે છે અને અવાર-નવાર વિડિયો કોન્ફરન્સ દ્વારા લોક ઉપયોગી કામગીરી અસરકારક રીતે કરવા બાબતે સુચનો આપવામાં આવે છે. આવી જ એક વિડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ દેશભરના કલેકટરો સાથે વાતચીત કરી હતી. જેમાં કલેકટરોને જમીની વાસ્તવિકતા સમજવા માટે મેદાનમાં ઉતરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

દેશભરના અધિકારીઓ સાથેની આવી પહેલી વિડિયો કોન્ફરન્સ હતી જેમાં માળખાગત સુવિધા અને તંત્રને લગતા પ્રશ્ર્નો અંગે મહત્વના સુચનો આપવામાં આવ્યા હતા અને માર્ગદર્શન પૂરું પડાયું હતું. વડાપ્રધાન કાર્યાલય તરફથી અપાયેલી જાણકારી પ્રમાણે નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જિલ્લાવાર આરોગ્યની સુવિધા બાબતે કલેકટરોએ વધુ ધ્યાન આપવાની જરૂર છે અને આરોગ્ય બાબતે રહેતી ખામીઓને સમજવા માટે વધુ પ્રયાસો પણ જરૂરી છે.

ન્યુ ઈન્ડિયા મંથન થીમ હેઠળ કહ્યું હતું કે, કલેકટરો જેમ ફિલ્ડમાં વધુ સમય પસાર કરતા થશે તેમ ફાઈલોની કામગીરીમાં પણ ઝડપ જોવા મળશે. વધુમાં વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તેમજ સરકાર દ્વારા અપાતી સહાય બાબતે લોકો જાગૃત થાય તે માટે પણ કલેકટરો દ્વારા પુરતુ ધ્યાન અપાવું જોઈએ. અન્ય અભિયાનોમાં પણ લોકોની ભાગીદારી વધે તે માટે અધિકારીઓએ પુરતુ ધ્યાન આપીને કામગીરી કરવી જોઈએ. આ કામગીરી ફિલ્ડમાં વધુ સમય પસાર કરવાથી અસરકારક રીતે થઈ શકે છે.

વિડિયો કોન્ફરન્સમાં જીએસટી, શહેરોના વિકાસ, લોકોની માળખાગત સુવિધામાં વધારો વગેરે બાબતે પણ સુચન કર્યુ આપવામાં આવ્યું હતું. ૨૦૨૨ સુધીમાં વિકાસના લક્ષ્યાંકને પાર પાડવા આહવાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.