Abtak Media Google News

દેશમાં વિસંગત પરિસ્થિતિ તથા વિકાસ દરમાં ઘટાડાથી ભારત દેશનું ૫ ટ્રિલીયન ડોલરનું સ્વપ્ન જોજનો દુર: સી.રંગારાજન

હાલ ભારત દેશની અર્થવ્યવસ્થા અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ નબળી પડી ગઈ છે જેનાં અનેકવિધ કારણો સામે આવ્યા છે ત્યારે મોદી સરકાર દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન અને ૮ ટકા જીડીપી ગ્રોથ વિશે જે પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું છે તેનાથી ભારત દેશ હજુ જોજનો દુર હોય તેવું લાગી રહ્યું છે. નોટબંધી, જીએસટી, બજારમાં તરલતાનો અભાવ, દેશનાં નિકાસમાં દિન-પ્રતિદિન થતો ઘટાડો, ઉધોગ ક્ષેત્રે મંદી સહિતનાં આ તમામ મુદાઓને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થાય છે કે હજુ સુધી જે દેશની આર્થિક પરિસ્થિતિ જોવા મળી રહી છે તેનાથી મોદી સરકાર દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે તે કેવી રીતે પૂર્ણ થશે. દેશનાં ધારાશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ દ્વારા સ્વપ્નને સાકાર કરવા માટે અનેકવિધ સુચનો અને સુજાવો આપવામાં આવ્યા છે પરંતુ તે દિશામાં હજુ સુધી કોઈપણ પ્રકારનાં પગલા લેવામાં ન આવ્યા હોવાથી સ્વપ્ન જોજનો દુર લાગી રહ્યું છે.

દેશની ડામાડોળ આર્થિક સ્થિતિ અને મંદીનાં પ્રભાવથી દેશની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે આ મુદ્દે રીઝર્વ બેંકનાં પૂર્વ ગર્વનર સી.રંગારાજન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, અત્યારની સ્થિતિ અને હાલ જે દેશનાં વિકાસ દરની રફતાર છે તે જોતા ૨૦૨૫ સુધીમાં દેશનાં અર્થતંત્રને જે ૫ ટ્રિલીયન ડોલરનું કદ આપવા માટે જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તે અત્યંત મુશ્કેલ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં કાર્યકાળની બીજી ટર્મની શરૂઆતમાં જ આગામી પાંચ વર્ષમાં દેશનાં અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલર સુધીનો વિશાળ કદ આપવાનો સંકલ્પ કરી તેનાં અમલ માટેનાં પ્રયત્નો શરૂ કરી દીધા હોવાનું સામે આવ્યું છે પરંતુ હાલની સ્થિતિ જોતા હજુ આ લક્ષ્યાંકને નિર્ધારિત સમયે પુરો કરવા આડે આર્થિક મંદી અને કેટલીક વિસંગત પરિસ્થિતિઓનાં એક સામટા ખેરાયેલા કાળા દિબાંગ વાદળોનાં પરીવારનાં કારણે લક્ષ્ય સુધી પહોંચવું અત્યંત અઘરું હોય તેવું લાગી રહ્યું છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

દેશનાં આર્થિક વિકાસને ૨૦૧૬માં ૬.૮ ટકાથી ૨૦૧૯ સુધીમાં ૮.૨ ટકા સુધી લઈ જવાની પ્રક્રિયા અત્યારે ઠપ્પ થઈ ગઈ છે. પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમિયાન વિકાસદર ૬ માસનાં તળીયે ૫ ટકા સુધી નીચે ગબડી ગયું હતું અત્યારે બીજા ત્રિમાસિક ગાળામાં ૪.૩ ટકા જ રહેવા પામ્યો છે. રીઝર્વ બેંકે આખું વર્ષ પોતાનાં રેપોરેટ સહિતનાં માપદંડો નીચા રાખીને બે મહિનામાં ૬.૧ ટકા સુધી લઈ જવાયું હતું તેમ છતાં અર્થતંત્રની સ્થિતિમાં કંઈ ફેર પડયો ન હતો. આજે દેશનું અર્થતંત્રનું કદ ૨.૭ ટ્રિલીયન ડોલરનું રહેવા પામ્યું છે ત્યારે દેશે આગામી ૫ વર્ષમાં ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચવું હોય તો હાલની આર્થિક સ્થિતિથી બમણી સ્થિતિ માટે અનેક વિકાસલક્ષી પગલાઓ લેવા પડે તેવું સામે આવ્યું છે. આ લક્ષ્ય માટે દેશે વિકાસનો દર સરેરાશ ૯ ટકા રાખવો પડશે તો જ આગામી ૨૦૨૫ સુધીમાં ૫ ટ્રિલીયન અમેરિકન ડોલર સુધીનો લક્ષ્ય સિઘ્ધ થઈ શકે છે પરંતુ અત્યારની સ્થિતિએ આ વાત શકય લાગતી નથી.  લક્ષ્ય સાઘ્યા બાદ દેશે બે વર્ષ ગુમાવી દીધા છે ત્યારે આ વર્ષે પણ વિકાસ દર ૬ ટકાથી નીચેનો છે ત્યારે આગામી વર્ષે તે ૭ ટકા થાય ત્યારપછી અર્થતંત્ર ઉંચુ આવશે તેમ જણાવ્યું હતું. જો વિકાસ દર અને જીડીપી વેગવંતુ બને તો ૫ ટ્રિલીયન ડોલરનું લક્ષ્ય સાધી શકાય.

હાલ અત્યારનાં ૧.૮ ટ્રિલીયન ડોલરનાં વિકાસ પરીણામે ૩.૬૦૦ ડોલર સુધી ઉંચું લઈ જવું જોઈએ પરંતુ હાલ ગરીબ અને મધ્યમ વર્ગમાં રહેતા લોકોની આવક તથા તેઓનું જીવનધોરણ અત્યંત ખરાબ હોવાથી દેશનો વિકાસ થવો હાલ મુશ્કેલ લાગી રહ્યો છે. વિકસિત દેશની વ્યાખ્યા જોઈએ તો પ્રત્યેક પરીવારની આવક ૧૨ હજાર ડોલર સુધીની હોવી જોઈએ. જે લક્ષ્ય સુધી પહોંચવા દેશે વાર્ષિક ૯ ટકાનાં વિકાસ દરની ગતીથી હજુ ૨૨ વર્ષનો સમય લાગશે તેવું લાગી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં અર્થતંત્રને જે કદ આપવાનું લક્ષ્ય રાખ્યું છે તે ૨૦૨૫ સુધીમાં પરીપૂર્ણ કરવું થોડુ અઘરું લાગી રહ્યું છે ત્યારે કયાંકને કયાંક એવું પણ મનાઈ છે કે મોદી સરકારનું સ્વપ્ન શું સ્વપ્ન બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.