Abtak Media Google News

યુએઇ અને ભારત વચ્ચે સુરક્ષા અને અર્થતંત્રના કરારો કરાશે

ફેબ્રુઆરી ૯ થી ૧ર ના વેસ્ટ એશિયાના પ્રવાસે જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આબુ ધાબીમાં સૌપ્રથમ હિન્દુ મંદીરનું ઉદધાટન કરશે. હાલ યુનાઇટેડ અરબ ઇમિરેટસના માત્ર એક જ હિન્દુ મંદીર છે જે દુબઇમાં આવેલું છે. માટે યુએઇએ જાહેર કર્યુ છે કે એક હિન્દુ મંદીર આબુધાબીમાં પણ બનાવવામાં આવશે. ર૦ હજાર મીટરની જમીનમાં ફેલાયેલા અલ વથબાનું ઉદધાટન મોદી દ્વારા કરવામાં આવશે. યુએઇની ૩૦ ટકાની જનતા હિન્દુ છે માટે ફેબ્રુઆરી ૧૦ના આબુ ધાબીનું હિન્દુ મંદીર ખુલ્લુ મુકાશે. આ ઇવેન્ટમાં ૧૮૦૦ લોકો હાજર રહેશે. દુબઇની ત્રિદિવસીય ઇવેન્ટનો આ એક હિસ્સો છે.

યુએઇ અને ભારત વચ્ચે સુરક્ષા અને અર્થતંત્ર અંગેના કરારો કરવામાં આવશે. ગત વર્ષેની ર૬મી જાન્યુઆરીના રોજ આબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મુહમદીન બિન ઝયિદ અલ નાયાન ચીફ ર્ગેસ્ટ તરીકે ભારતમાં આવ્યા હતા. ત્યારે આબુ ધાબી ઉ૫રાંત પેલેસ્ટાઇનની પણ મોદી મુલાકાત લીેશે માટે તેઓ જોર્ડનના રાજા અબ્દુલ્લાહ રને પણ મળશે. વેસ્ટ બેંકમાં એરપોર્ટ ન હોવાને કારણે રામલ્લાહ જવા માટે ઇઝરાયલના બેન ગુરીઓન એરપોર્ટથી જવું પડે અથવા જોર્ડનના અમાનથી પ્રવેશ કરવો પડે.મોદી બિલ્ડીંગ પ્રોજેકટ અને એસ્ટેટ બિઝનેસની ક્ષમતા વધારવાની મંત્રણા રામલ્લાહમાં કરશે ભારતે દસકા પહેલા ટુ સ્ટેટ સોલ્યુશન યોજનાની રજુઆત કરી હતી. ભારતને આશા છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન શાંતિ જાળવવામાં સહકાર આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.