Abtak Media Google News

બુઘ્ધ પૂર્ણિમાએ વડાપ્રધાને કર્યુ વર્ચ્યુઅલ સંબોધન

હાલની કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતીમાં સૌ જયાં છે ત્યાં જ રહી પોતાની તથા પરિવારની રક્ષા કરી શકશે તેમ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ બુધ્ધ પૂર્ણિમા અવસરે કરેલા ઉદબોધનમાં જણાવ્યુ હતું.

વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે. ત્યાર બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. આ વખતે પરિસ્થિતિ અલગ છે. વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમારી વચ્ચે આવવું મારા માટે સૌભાગ્યની વાત હોત, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ આની પરવાનગી નથી આપતી.

ભારત આજે બુદ્ધના માર્ગે ચાલીને દરેકની મદદ કરી રહ્યું છે પછી તે દેશમાં હોય કે વિદેશમાં. આ દરમિયાન ફાયદો કે નુકસાન જોવામાં નથી આવી રહ્યું.

તેમણે વધુમાં કહ્યું કે ભારત આજે કોઈ સ્વાર્થ વગર વિશ્વના દેશો સાથે ઊભો છે. આપણે આપણી સાથે સાથે આપણા પરિવારની સુરક્ષા કરવી પડશે. સંકટના સમયે દરેકની મદદ કરવી જ બધાનો ધર્મ છે. આપણું કામ નિરંતર સેવા ભાવ હોવું જોઈએ. બીજા માટે કરૂણા રાખવી જરૂરી છે.

તેમણે કહ્યું કે બુદ્ધ કોઈ એક પરિસ્થિતિ પૂરતા સીમિત નથી. તે દરેકને માનવતાના ધોરણે મદદ કરવાનો સંદેશ આપે છે. આજે સમાજની વ્યવસ્થા બદલાઈ ચૂકી છે, પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશ એજ છે અને આપણા જીવનમાં તેનું વિશેષ સ્થાન રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં લોકો અલગ અલગ રીતે પોતાથી બનતી સેવા કરી રહ્યા છે. પછી તે માર્ગો ઉપર કાયદાનું પાલન કરાવવાનું હોય, દર્દીઓની સારવાર કરવાનું હોય. આજે વિશ્વમાં ઉથલપાથલ છે  ત્યારે બુદ્ધનો સંદેશ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.