Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્હોનિસબર્ગ, સાઉથ આફ્રિકામાં 10મી બ્રિક્સ સમિટમાં સંબોધન કરશે. આ વર્ષની સમિટની થીમ ‘બ્રિક્સ ઇન આફ્રિકા – ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસનું જોડાણ.’ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય 4 બ્રિક્સ દેશો – બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાના લીડર્સ આ મીટિંગમાં ભાગ લેશે.

ત્રણ દિવસની આ સમિટની શરૂઆત બુધવારે બ્રિક્સ બિઝનેસ ફોરમ મીટ સાથે થઇ. જેમાં સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફૌસાએ કીનોટ એડ્રેસમાં કહ્યું કે, આ વર્ષ બ્રિક્સ નેશન્સના 10 વર્ષના સહયોગ તરીકે ઓળખાશે.

આ સમિટ ઉપરાંત મોદી ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ આફ્રિકન દેશોના 5 દિવસના પ્રવાસે છે. મોદી બુધવારે રાત્રે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. આ પહેલાં તેઓએ રવાન્ડા અને યુગાન્ડાની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.