Abtak Media Google News

જળથી નભ…. નમો… નમો…

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરી એકતા પરેડમાં ભાગ લીધો, સી પ્લેનની ભેટ આપી

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. ઉપરાંત નર્મદાના કેવડીયા કોલોની ખાતે સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા પરેડમાં જોડાયા હતા. ત્યાં પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કર્યું હતું. નર્મદા વોટર એરોડ્રોમ ઇનોગ્રેશન કર્યા બાદ સાબરમતી વોટર એરોડ્રોમ ઇનોગ્રેશનનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશના સૌથી પહેલા સી પ્લેન પ્રોજેક્ટનુ ઉદઘાટન કર્યું હતું. સરદાર પટેલની ૧૪૫ મી જન્મજયંતી પર દેશભરમાં આજે એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહીં તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ફૂલોની મહેક કેવડિયાની હવામાં મહેકી ઉઠી હતી. તેના બાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. આ ક્ષણ દેશવાસીઓ માટે ખાસ બની રહી હતી. દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી.

એકતા પરેડમાં હાજરી આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને જવાનોએ એકતા પરેડ કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

સવારે આરોગ્ય વનના યોગા અને ધ્યાન ગાર્ડનમાં યોગા કર્યાં હતા અને ત્યારબાદ બ્રેકફાસ્ટ કર્યું હતું. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા ૨૧ બ્યુગલોથી સલામી આપવામાં આવી હતી. મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિક પરેડની જવાબદારી સંભાળી હતી.

વડાપ્રધાન મોદીનો આ ગુજરાત પ્રવાસ જળથી નભ સુધી નમો નમો નો નાદ ગુંજી આવી રહ્યો છે. વર્તમાન સમયે વડાપ્રધાન મોદીએ કરેલા ૧૬ જેટલા લોકાર્પણ ઉદ્ઘાટનો ભવિષ્યમાં ગુજરાતમાં અનેક પ્રવાસીઓ ખેંચી લાવશે. આજે એકતા દિવસના અનુસંધાને યોજાયેલા કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદીની હાજરી રહી હતી સવારથી બપોર સુધીમાં વડાપ્રધાન મોદીએ અનેકવિધ કાર્યક્રમો માં હાજરી આપી હતી.

આખી દુનિયાના ટુરિઝમના નકશામાં કેવડિયા પોતાનું સ્થાન બનાવશે: પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ પોતાના ઉદબોધનના પ્રારંભમાં દેશવાસીઓને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ પર્વતને સાકાર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. કેવડિયા નવા ભારતની પ્રગતિનું તિર્થ સ્થળ બની ગયું છે, આખી દુનિયાના ટુરિઝમ મેપ પર આ સ્થાન પોતાની જગ્યા બનાવશે. આજે સી-પ્લેન સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને વિકલ્પ મળશે.

તેમને વધુમાં કહ્યું હતું કે, આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું ૧૩૦ દેશવાસીઓને અભિનંદન આપું છું. -આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું -કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ ૧૩૦ કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શક્તિને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં ૧૩૦ કરોડ દેશવાસીઓએ એક થયો છે. -૩૫ હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ ક્યારેય આ સ્વર્ણિમ પળને ક્યારેય નહીં ભૂલાવે. -દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.