Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસથી લોકોમાં આનંદ-ઉત્સાહની લાગણી: લોકનાયકને ઠેર-ઠેર આવકાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા થયેલા આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૌ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે  રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ભારતને આતંકવાદના લોહિયાળ ખપ્પરમાં હોમી દેનાર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી મોદીજીએ અદભુત રાજકીય ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ, સાહસ, દેશદાઝ અને ભારતની તાકાત, શક્તિ, સામર્થયનો પરચો અને પરિચય આપી દીધા છે. પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબુર કરી દીધું છે. આજે દેશના એક એક નાગરિકનું મસ્તક ગર્વથી ઉન્નત છે, આજે દુનિયાએ ભારતની શક્તિ સામે ઝુકવું પડ્યું છે એનો શ્રેય આપણા લોકલાડીલા,લોકનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને જાય છે તેમ જણાવી રાજુભાઈએ મોદીજીના ગુજરાત આગમનને વધાવ્યું હતું.Dsc9536

તેમણે મોદીજીના વડપણ હેઠળ લેવાયેલા આકરા શ્રેણીબદ્ધ પગળાઓની વિગત આપતા ઉમેર્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિને અટકાવવા કેન્દ્ર  સરકાર અને સેના સાથે મળીને કાર્ય કરી રહી છે. પુલવામા માં થયેલા આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ મોસ્ટ ફેવર્ડ નેશન અર્થાત એમએફએન દેશની યાદીમાંથી પાકિસ્તાનનો છેદ ઉડાડી દીધાં બાદ પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજો ઉપર ૨૦૦ ટકા આયાત જકાત નાંખી દીધી છે. કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓને અપાતી સરકારી સુવિધાઓ અને સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે અને હુરિયત નેતાઓની ધરપકડ કરી ૫૦ કરોડથી વધુની સંપતિ જપ્ત કરી દેવાઈ છે.

દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા જમાત-ઉલ-ઈસ્લામ જેવા સંગઠન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આટલું જ નહીં ભારત તરફથી વહેતી નદીઓ રાવી, બિયાસ અને સતલુજનાં પાણી પાકિસ્તાનમાં જતા રોકી દેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. ઉપરાંત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકોને ૧૦ ટકા અનામત લાગુ કરવાનો નિર્ણય  કર્યો છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલુ પાડવા નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકારનાં મંત્રીઆેએ મહાસત્તાઓ સાથે બેઠકો શરૂ કરી દીધી છે.

ભારત સરકાર ફૂટનીતિક રીતે પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરવા માટેનાં આકરા પગલાઓ લઈ રહી છે. બીજી તરફ ભારતનાં વીર જવાનોએ સીમા પાર પાક અધિકૃત કાશ્મીરમાં કરેલી એર સ્ટ્રાઈકથી પણ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે અને ઈતિહાસમાં સૌ પ્રથમવાર દુશ્મન દેશ પાકિસ્તાન ભયમાં છે. આજે નરેન્દ્રભાઈ મોદીની આતંકવાદ સામેની લડાઈની મજબૂત રાજકીય ઈચ્છાશક્તિનું પરિણામ છે કે, પાકિસ્તાન ઘૂટણીયે પડી શાંતિ જાળવવાની અને યુદ્ધ ન કરવાની ભીખ માગી રહ્યું છે.

એકસમયે પ્લેન હાઈજેક નાં ષડયંત્રો કરનાર પાકિસ્તાન નાં આજે તમામ એરપોર્ટ બંધ છે. વીર જવાન અભિનંદનનું દેશ પરત ફરવું, ઈસ્લામિક દેશની મંત્રણામાં ભારતને અતિથી પદ પર આમંત્રણ, અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા સહિતનાં દેશોની પાકિસ્તાનને ફટકાર વગેરે..વગેરે.. ટૂંકમાં તમામ મોરચે પાકિસ્તાનને પરાસ્ત કરવામાં નરેન્દ્રભાઈ મોદી સફળ રહ્યાં છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીનાં ગુજરાત પ્રવાસને લઈ બધા જ ગુજરાતીઓ ઉત્સાહ અને ખુશીની લાગણી છે. બે દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ઉદ્દઘાટન, ૭પ૦ બેડની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન, ૧ર૦૦ પથારીની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ, આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ, અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન, વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત સહિતનાં કાર્યક્રમમાં હાજરી આપશે અને ગુજરાતની જનતાને અનેક યોજનાઓની ભેટ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.