Abtak Media Google News

૧૮૨ વિદ્યાર્થીઓને રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડ આપી સન્માનિત કરાયા

મોદી સ્કૂલના સ્કાઉટ/ગાઈડના વિર્દ્યાીઓ મોટા મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી પોતાનામાં રહેલા કૌશલ્યો નિખારે છે અને મોદી સ્કૂલનો ડંકો સમગ્ર વિશ્ર્વમાં વગાડે છે.  મોદી સ્કૂલ દ્વારા બાલભવન ખાતે ૨૧૫ વિર્દ્યાીઓનો દિક્ષાવિધિ કાર્યક્રમ અને ૧૮૨ વિર્દ્યાીઓને રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડ આપી સન્માનિત કરેલ હતા..Dsc 07525 Bannafa For Site 1 2

કાર્યક્રમની શરૂઆત પધારેલા મહેમાનોના વરદ્ હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિર્દ્યાીઓ દ્વારા પ્રાાનગીત રજૂ કરવામાં આવેલ. શાળાના પ્રિન્સિપાલ નિલેષભાઈ સેંજલિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, ધવલભાઈ તેમજ પ્રિન્સીપાલ ઝાલા, ખ્યાતિબેન અને ભાવિકાબેન મહેમાનોનું સ્કાર્ફ અને કાર્ડ દ્વારા સ્વાગત કરેલ. ધો-૭ના ૨૧૫ જેટલા વિર્દ્યાીઓને દિક્ષા અર્પણ કરવામાં આવી હતી. વિર્દ્યાીઓને દિક્ષાની આ અમૂલ્ય ભેટના સહભાગી બનવા સ્ટેટ ચીફ કમિશનર જનાર્દનભાઈ પંડ્યા તા જિલ્લા કમિશનર મનિષભાઈ મહેતા, ડીસ્ટ્રીકટ મંત્રી ભીખાલાલ સીદપરા, ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર ભરતભાઈ પરમાર આ સર્વ મહાનુભાવોએ આ પ્રસંગે હાજરી આપી હતી. તેવું ‘અબતક’ની મુલાકાત દરમિયાન જણાવાયું હતું.

1521895867844

શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી વિર્દ્યાીઓને આ પ્રસંગે આર્શીવચન આપ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યની રાજ્યપાલ એવોર્ડ મેળવનાર વિર્દ્યાીઓની સંખ્યામાં ત્રીજા ભાગની સંખ્યા રાજકોટની છે. જ્યારે રાજકોટ જિલ્લામાં રાજ્યપાલ એવોર્ડની ૫૦% સંખ્યા મોદી સ્કૂલની છે તે આનંદની વાત છે. ત્યારબાદ સ્કાઉટ/ગાઈડ વિર્દ્યાીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને મહેમાનોના હસ્તે સ્કાઉટ/ગાઈડને સ્કાર્ફ પહેરાવવામાં આવેલ હતા. પ્રવૃતિઓ હેતુ બાળકોને શરીરી દ્રઢ મની જાગૃત અને પ્રામાણિક બનાવવાનો હતો. વિર્દ્યાીઓમાં અનેરો આનંદ-જોશ જોવા મળ્યો હતો. આવનારા દિવસોમાં વિર્દ્યાીઓ વધુને વધુ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરે તેવી આશા મહેમાનોએ વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.