કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા લંડન પહોંચ્યા મોદી, સ્વીડનમાં કર્યા 5 કરાર

128
National
National

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે બુધવારે વહેલી સવારે લંડન પહોંચ્યા છે. અહીં હીથ્રો એરપોર્ટ પર બ્રિટનના વિદેશ મંત્રી બોરિસ જોનસને તેમનું સ્વાગત કર્યું છે. મોદી બ્રિટનના વડાપ્રધાન થેરેસા સાથે નાસ્તો કરશે. આ ઉપરાંત મોદી બ્રિટનના મહારાણી એલિઝાબેથ સાથે પણ મુલાકાત કરશે. આ પહેલાં મોદી સ્વીડનમાં થયેલા નોર્દિક સંમેલનમાં સામેલ થયા હતા. અહીં ભારત-ડેનમાર્ક અને આઈસલેન્ડ વચ્ચે 5 કરાર થયા હતા.

National
National

મોદી ભારતીય સમયઅનુસાર સાંજે અહીંના સાયન્સ મ્યૂઝિયમમાં એક્ઝિબિશન જોવા જશે. વડાપ્રધાન અહીં ભારતીય મૂળના લોકો અને વૈજ્ઞાનિકોને પણ મળશે. ત્યારપછી તેઓ લિવિંગ બ્રિજ થીમ્ડ રિસ્પેશનમાં સામેલ થશે.તેઓ લંડનમાં આયુર્વેદ સેન્ટર ઓફ એક્સીલેંસનું ઉદ્ધાટન કરશે અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં બ્રિટનનનું સ્વાગત કરશે જે તેમનું નવુ સભ્ય બનશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...