Abtak Media Google News

નોટબાંધીએ સિરામિક ઉદ્યોગની કેડ ભાંગી નાખી:જીએસટીએ નાના વેપારીઓને પાયમાલ કર્યા

ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટંકારામાં જાહેરસભાને સંબોધન કરી મોદી અને ભાજપને આડે હા લઈ જણાવ્યું હતું કે ગુજરાતમાં જૂનું સરદારનું અને ગાંધીજીનું રોલ મોડલ ભૂલી ભાજપ સરકાર કે મોદી જનતાનું સાંભળવાની બદલે  પોતાના મનની વાત કરી રહી છે  જો કોઈ સવાલ કરે તો ભાજપ વાળા બેરહેમીી ગોળીઓ વરસાવે છે અને કાતો લાઠીઓ વરસાવી મહિલાઓને પણ છોડતા ની.

જાહેરસભામાં  જનતાનું દિલ જીતી લે તેવી ભાષામાં રાહુલ ગાંધીએ જનમેદનીને જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસનમાં હંમેશા જનતાને પૂછી નિર્ણયો લેવાય છે નહીં કે પોતાના મનની વાત જાણી ! એમ કહી  રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો જ પ્રહાર કરી કહ્યું હતું કે જનતા કે વેપારીઓ ખેડૂતોનો વિચાર કર્યા વગર મોદીએ હસતાં-હસતાં નોટો બંધ કરી અને પછી ૧૦ દી’ પછી આ નિર્ણયી ફસાઈ જતા રોવા લાગ્યા અને કેવા લાગ્યા મને ફાંસીએ ચડાવી દો.

વધુમાં નોટબંદીની અસર મોરબીના સીરામીક ઉધોગ ઉપર પડી હોવાનું જણાવી તેમને કહ્યું કે સીરામીક યુનિટમાં કામ કરતા મજૂરોને રોકડા નાણાં ચૂકવવા પડે એ સિવાય અનેક જગ્યાએ રોકડની જરૂર પડે તે વાતનો ખ્યાલ રાખ્યા વગર જ આરબીઆઇના ગવર્નર કે નાણાંમંત્રીને પૂછ્યા વગર એવો નિર્ણય લીધો જે પ્રજા માટે નુકશાન કારક રહ્યો શુ ગરીબ માણસના ઘરમાં પડેલા રોકડા નાણાં ચોરી ના હતા?

ભાજપ પર આકરા પ્રહારો કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાજપની સરકારમાં પાટીદારો અને દલિતોને ખૂબ જ અન્યાય યો છે.પ્રજા સવાલ ઉઠાવે તો ભાજપ વાળા લાઠી ચાર્જ કરાવે અને કા તો ગોળી મારી દે અરે  ભાજપવાળા બહેનોને પણ છોડતા નહોવાનું જણાવી પોલીસનો ઉપયોગ કરનારા ગુજરાતમાં અનોખું રોલ મોડલ ચાલતું હોવાનો કટાક્ષ કર્યો હતો.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી. તેઓએ સૌપ્રમ પીળી ટોપી પેરી આવેલા મારા પાટીદાર ભાઈઓ તમારું સ્વાગત છે, તેમ કહી ભાષણ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે કહ્યું કે, ’ભાજપનું માર્કેટિંગ સારું પણ પ્રજાના કામ કે પ્રજા લક્ષી નિર્ણયો કરવામાં આવતા ન્હોવાનું જણાવી ખેડૂતોને કપાસ મગફળીના ટેકાના ભાવ કેવા મળવા જોઈએ તેનો જવાબ જનતા પાસે માંગી અને ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર આવશે અને પ્રજાને પૂછી પ્રજાલક્ષી નિર્ણયો લેવાશે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.