Abtak Media Google News

મોદીની પર્સનાલિટી પર ઇવાન્કા ફિદા, કહ્યું ચાવાળાથી PM બનવું અદભુત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પનાં પુત્રી તેમ જ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ મંગળવારે રોબોટ ‘મિત્ર’નું બટન દબાવીને ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ-2017નું ઉદઘાટન કર્યું હતું. ઇવાન્કાએ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ચાવાળાથી PM બનવું અદભુત, તમારી ઉપલબ્ધિઓ અસાધારણ છે. ચા વેચવાથી વડાપ્રધાન બનવા સુધીની સફરે પુરવાર કરી દીધું છે કે પરિવર્તન શક્ય છે.

વડાપ્રધાન મોદી અને ઇવાન્કાએ રોબોટ મિત્રનું બટન દબાવીને ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ-2017નું ઉદઘાટન કર્યું

ઇવાન્કાએ કહ્યું કે મોદી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સમિટ ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા આર્થિક અને સુરક્ષા સહયોગનું પ્રતીક છે. સમિટમાં 127 દેશોના 1200થી વધુ સાહસિકો સામેલ થઇ રહ્યા છે. ભારતના આશરે 400 અને અમેરિકાના આશરે 350 પ્રતિનિધિ અહીં ઉપસ્થિત છે. 30 નવેમ્બર સુધી ચાલનારી સમિટની થીમ ‘વુમન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફોર ઓલ’ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.