Abtak Media Google News

આવતા દિવસોમાં ભાજપ કરોડો લોકોને ઘર બેઠા સભામાં જોડશે: મોદી સરકાર-૨.૦ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં એક માસ સુધી એક હજાર ‘રેલી’ઓનું આયોજન

કેન્દ્રમાં બીજી વખત મોદી સરકાર સત્તારૂઢ થયાને આગામી ૩૦મીએ પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે. હાલ દેશમાં વ્યાપેલી કોરોનાની મહામારીના કારણે મોદી સરકાર-૨ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નહી કરવાનો ભાજપે નિર્ણય કર્યો છે. પાર્ટીએ મોદી સરકાર-૨ની યશસ્વી કામગીરીને લોકો સુધી પહોચાડવા ઓનલાઈન ૧૦૦૦ કોન્ફરન્સનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ એક કોન્ફરન્સમાં ૭૫૦ કરતા વધુ લોકોને જોડવામાં આવશે. જેથી દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા અમલમાં લવાયેલા લોકડાઉનમાં રાજકીય રેલીઓનું આયોજન કરવા પર પ્રતિબંધ હોવા છતાં જપ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દેશના ૭.૫ લાખ લોકો સુધી મોદી સરકારની કામગીરીની યશોગાથા પહોચાડી શકશે.

વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતિ સાથે સત્તા પ્રાપ્ત કરી હતી. ૩૦મી મેએ રચાયેલીમોદી સરકાર-૨ના કાર્યકાળનો આગામી ૩૦મીએ પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેન્દ્ર સરકારે મકકમતા પૂર્વક અનેક ઐતિહાસીક નિર્ણયો લીધા હતા. જેમાં આતંકવાદની જનક જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાથી માંડીને ત્રિપલ તલ્લાક અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કરવો વગેરે નિર્ણયોનો સમાવેશ થાય છે. મોદી સરકારેતેના કાર્યકાળમાં લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોની દેશને દાયકાઓથી પીડતી અનેક સમસ્યાઓનું નિરાકરણ આવ્યું હતુ.

જેથી ભાજપે મોદી સરકાર-૨ની આ મહત્વપૂર્ણ ઐતિહાસીક કામગીરી ઉપરાંત કોરોનાને ફેલાતો રોકવા અમલી કરાયેલા લોકડાઉનના કારણે અટકેલા મૃત્યુનાં પ્રમાણ લોકડાઉનના કારણે થયેલી અર્થતંત્રને નુકશાનીને નિવારવા જાહેર કરાયેલા ઐતિહાસીક રૂા.૨૦ લાખ કરોહના રાહત પેકેજ તથા આત્મનિર્ભર યોજના અંગે આ વર્ચ્યુલ રેલીમાં માહિતી આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સીંગે પાર્ટીના પ્રદેશ વિભાગો અને વરિષ્ટ પદાધિકારીઓને પત્ર લખીને પાર્ટીના વર્ચ્યુલ રેલીના આયોજન અંગેની માહિતી આપી છે. આગામી ૩૦મી શરૂ થનારી આ વર્ચ્યુલ રેલી એક માસ સુધી યોજાશે મોટા રાજયોમાં ઓછામાં ઓછી બે ઓન લાઈન વર્ચ્યુલ રેલી જયારે નાના રાજયોમાં એક વર્ચ્યુલ રેલીનું આયોજન કરવાની સુચના આ પત્રમાં આપવામાં આવી છે.

આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા ગણાવીને અરૂણસીંગે મોદી સરકારના બીજી ટર્મના પ્રથમ વર્ષમાં દેશવાસીઓની દાયકાઓ જૂની સમસ્યાઓનું નિરાકરણ લાવીને લોકોના સ્વપ્નાઓને સાકાર કરવા સરકાર કટીબધ્ધ હોવાનું જણાવ્યું છે. આ ઉજવણી દરમ્યાન પાર્ટીના કાર્યકરો પોત પોતાના વિસ્તારમાં માસ્ક અને સેનીયાઈઝરનું વિતરણ કરવાની સાથે કોરોનાથી બચવા માટે રાખવી પડતી સાવધાનીઓ અને સ્વચ્છ રહેવા માટેની સારી આદતોનો સંકલ્પ પહોચાડશે.

આ સંકલ્પ દેશના ૧૦ કરોડ ઘરો સુધી પહોચાહવા આ પત્રમાં આહવાન કરાયું છે. જોકે આ કાર્યક્રમ દરમ્યાન બે જ કાર્યકરો કોરોનાથી બચવા માર્ગદર્શિકા મુજબ મોદી સરકારની યશોગાથા પહોચાડવા પણ આ પત્રમાં તાકીદ કરાય છે.

દેશનાં સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અતિ જરૂરી: રવિશંકર પ્રસાદ

મોદી સરકારે કોરોના સામે લડવા માટે ઘણી નવી પદ્ધતિઓનો આશરો લીધો છે. કેન્દ્ર સરકારે લોકોને ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ પણ કરી હતી.  વિપક્ષે પણ આરોપ લગાવ્યો કે આ એપ્લિકેશન લોકોની ગુપ્તતા માટે ખતરો છે.  કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે ‘આરોગ્ય સેતુ’ લોકોની ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. કોરોના સંકટથી સમગ્ર વિશ્વને નુકસાન થયું છે અને આવી સ્થિતિમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ વધુ તાકાત સાથે કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે કરવાની જરૂર છે. બેનેટ યુનિવર્સિટીની ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ પર આયોજિત વૈશ્વિક વેબિનારમાં પ્રસાદે કહ્યું હતું કે સરકાર સમાજના ફાયદા માટે અને સમાવિષ્ટ વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગમાં વધુ વધારો કરવા માંગે છે.  સરકાર દેશમાં જ સંશોધન અને ટેકનોલોજી વિકસાવવા માંગે છે જેથી સ્ટાર્ટઅપ માટે પણ સારા વાતાવરણની રચના થઈ શકે. રવિશંકર પ્રસાદે વધુમાં ઉમેર્યું હતું કે, સર્વાંગી વિકાસ માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ખૂબ જ જરૂરી બની ગઈ છે.  તેમણે કહ્યું, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો સારો ઉપયોગ કરી શકાય છે. અમારું મંત્રાલય

તેના પર કામ કરી રહ્યું છે. આપણે હવામાનની આગાહી કરીને પાકનું ઉત્પાદન વધારી શકીએ છીએ. તેમણે કહ્યું કે ડેટા પ્રોટેક્શન બિલ ગોપનીયતાને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન લાવશે. રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કેટલીક શંકાઓ છે. માની લો કે કાર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સથી ચાલે છે અને અકસ્માત સર્જાય છે અને કોઈનું મોત થાય છે. આ માટે કોણ જવાબદાર રહેશે? તેથી, મોટા પાયે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરતા પહેલા નૈતિક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. પ્રસાદે કહ્યું કે યુનિવર્સિટીના વેબિનારમાં હાજર રહેવું તેમના માટે આનંદદાયક અનુભવ છે. આ વેબિનારમાં ઘણા વધુ મોટા નામો શામેલ હતા. ગૂગલ રિસર્ચના ડિરેક્ટર મનીષ ગુપ્તા, આઈબીએમએસ ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયાના જીએમ સંદીપ પટેલે વેબિનારમાં ભાગ લીધો હતો.

ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નરેન્દ્રભાઈ મોદી લાંબા સમયથી અગ્રેસર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાંબા સમયથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને સીધા સ્પર્શતા મુદાઓનો ઉકેલ લાવતા રહ્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નરેન્દ્રભાઈ સોશ્યલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને યુપીએ સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી પહોચાડીને લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતુ. જેના કારણે નરેન્દ્રભાઈની દેશવ્યાપી આગવી લોકચાહના ઉભી થવા પામી હતી. અને ભાજપના વડાપ્રધાન પદના સર્વસંમત ઉમેદવાર બની ગયા હતા. લોકસભા ચૂંટણીમાં પહેલા પણ નરેન્દ્રભાઈ ટેકનોલોજીનો લાભ લઈને લંડનની કંપનીને રૂા. ૫૪૬ કરોડના ખર્ચે થડી સભા માટેનો કોન્ટ્રાકટ આપ્યો હતો. જે તે સમયે આ કોન્ટ્રાકટની વિપક્ષોએ ટીકા કરી હતી. પરંતુ થ્રીડી સભા દ્વારા વર્ચ્યુલ રીતે નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકો સુધી પોતાની વાત સીધી પહોચાડી હતી જેથી ભાજપને ચૂંટણી ભારે સફળતા મળી હતી. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કંઈ રીતે કરી શકાય તે માટે નરેન્દ્રભાઈએ એક આખી થીંક ટેન્ક ઉભી કરી છે. આ થીંક ટેન્કના એનાલીટીકલ ડેટાના આધારે નરેન્દ્રભાઈ નિર્ણયો લેતા હોય હાલમાં તેમની ગણના દેશના જ નહી પરંતુ વિશ્ર્વભરનાં સૌથી લોકપ્રિય નેતામાં થઈ રહી છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા નરેન્દ્રભાઈએ દેશની દાયકાઓ જૂની સમસ્યાઓને ઉકેલવાની સાથે દેશભરમાં આગવી લોકચાહના ઉભી કરી છે. જે દેશમાં અત્યાર સુધી કોઈપણ રાજકીય નેતા ઉભી કરી શકયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.