Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારને દેશના ફરાર આર્થિક ગુનેગારોને સ્વદેશ પાછા લાવવાના પ્રયાસોમાં વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. યુનાઈટેડ અરબ અમીરાત દ્વારા દેશના કેટલાક મોટા નાણાંકીય ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં મોખરે ગણાતા ઓગષ્ટ વેસ્ટલેનના વચેટીયા કિશ્ચયન મિકાઈલને ભારતને સોંપવાની પ્રક્રિયા સફળ થઈ છે. ક્રિશ્ચીયન મિકાઈલે દિપક તલવાર અને રાજીવ શકસેનાના વચેટીયા તરીકે ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું હતુ.

તિવારી અને સકસેનાને દુબઈથી ખાસ વિમાન મારફત રો દ્વારા લાવવામાં આવી રહ્યો છે. જે આજ રાત સુધીમાં સ્વદેશ પહોચી જશે.

યુ.પી.એ સરકાર વખતે થયેલા કેટલાક વાંધાજનક સોદાઓની તપાસમાં કેટલાક ગુનેહગારોના નામો ખૂલ્યા હતા. નાગરીક ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક પ્રોજેકટમાં મોટી ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતુ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે એરો સીટી પ્રોજેકટ અંતર્ગત કરમુકત દુકાનોના નિમર્નાણ અને ફાળવણી વાળા આ પ્રોજેકટમાં મોટી ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હીના વેપારી વર્ગમાં વગદાર વચેટીયા તરીકે ૧૯૯૦ના દાયકામાં તલવાર એનક વાંધાજનક વ્યવહારો માટે બદનામ થયો હતો. તેણે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડમાં નરસિંહરાવ સરકારમાં આર્થિક ઉદારીકરણના ગેરલાભ લઈને આંકડાની માયાજાળ રચીને વચમંથી મોટો આર્થિક લાભ તારવી લીધો માનવામાં આવે છે.

૧૯૯૦ના દાયકામાં થયેલા કેટલાક વાંધાજનક વ્યવહારોની તપાસ દરમ્યાન આયકર વિભાગે તલવાર દ્વારા આચરવામાં આવેલા કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

સકસેનાએ વી.વી.આઈ.પી. ચોપર કૌભાંડમાં ટેન્ડરીંગ ભાવ ફેરની માયાજાળ રચીને મોટી કટકી રચી હોવાનું બહાર આવ્યું છે.

સીબીઆઈ અને ઈન્ફોરસમેન્ટ વિભાગ દ્વારા માઈકલને ઓગષ્ટ વેસ્ટલેન્ડ સોદા અંગે કડક પૂછપરછમાં ઘેરી લીધો હતો.

પૂર્વ ઈન્ડીયન એરફોર્સ ચીફ ઓફીસર ત્યાગીને રૂશ્વત લેવાના એક નેતાની ડાયરીમાંથી મળેલા નામના આધારે અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા ઓગષ્ટ વેસ્ટલેન્ડ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદાના સકંજામાં લઈ લેવાનું અભિયાનમાં દુબઈ સરકાર સાથેના સારા સંબંધોએ પ્રત્યાપણ સંધીના ભાગરૂપે દુબઈએ ઓગષ્ટ વેસ્ટલેન્ડ કૌભાંડનાં મુખ્ય સુત્રોધાર રાજીવ સકસેનાના સાગરીત દિપક તલવાર અને માઈકલ કિશ્ચીયનને ભારતને સોપી દેતા સરકારને એક મોટી સિધ્ધી પ્રાપ્ત થઈ છે. આ મુદો લોકસભાની ચૂંટણીમાં ઉકળતો ચળુ બની રહેશે.

૨૦૧૭માં સીબીઆઈએ વિદેશી કંપનીઓ પાસેથી ૯૦ કરોડ રૂપીયાની રકમ ગેરકાયદેસર રીતે મેળવી હોવાનો સોધીને એ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

યુ.પી.એ. સરકાર વખતે થયેલા કેટલાંક કૌભાંડો પૈકી વી.વી.આઈ.પી ચોપર વિમાન ખરીદવામાં માઈકલે ભ્રષ્ટાચાર કર્યાનું બહાર આવ્યું હતુ.

માઈકલ અને તેની પત્નીએ દુબઈની બે કંપનીઓને ભ્રષ્ટાચાર માટે નિમિત બનાવી આ કૌભાંડ આચર્યું હતુ.

ઓગષ્ટ વેસ્ટલેન્ડ વી.વી.આઈ.પી. ચોપર કૌભાંડમાં દુબઈ સરકારે સોંપલે આ આર્થિક ગુનેહગારોની ધરપકડ કરીને સરકાર દેશના આર્થિક ગુનેહગારોને આકરી સજા આપવાના અભિયાનમાં વધુ એક ડગલુ આગળ વધી ચૂકી છે.

દેશના સંરક્ષણ અને વિદેશ સાથેના આર્થિક વ્યવહારોમાં વચેટીયા દ્વારા લાખો કરોડો રૂપીયાના ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવાના સીલસીલા આચરવામાં ભ્રષ્ટાચારમાં કૌભાંડ કરનારાઓની ટોળીમાં વગદાર વચેયાઓ અને ભ્રષ્ટાચારી રાજકારણીઓની સાંઠગાંઠ અને જુગલ બંધીની ઘટનાઓ વારંવાર સામે આવે છે. દુબઈ સરકારે સોંપેલા આ ગુનેહગારોને તપાસમાં હજુ અનેક દેશદ્રોહીના નામ ખૂલ્લે એવું નકકી માનવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.