Abtak Media Google News

લોકસભાની ચૂંટણી પહેલા જ નારી સુરક્ષાની તમામ વ્યવસ્થા સાકાર કરવા સરકાર તૈયારીઓમાં વ્યસ્ત

દેશમાં કાયદા – વ્યવસ્થાની પરિસ્થિતિ સામાજીક સુરક્ષા અને ખાસ કરીને મહીલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે યુઘ્ધના ધોરણે તૈયારી શરુ કરી દીધી છે.દેશના મોટા આઠ શહેરોમાં ભુમિગત માહીતી અને સીસી ટીવી કેમેરાનું નેટવર્ક સુદ્ઢ બનાવવાની યોજનાનો પાયલટ પ્રોજેકટ સરકારે હાથ ઉપર લીધો છે.

દિલ્હી પોલીસે મહીલા સલામતી વ્યવસ્થાને સંગીન બનાવવા માટે સીસી ટીવી કેમેરા નેટવર્ક ઉપરાંત આયાત કાલીન સમયે મહિલાઓને તાત્કાલીક મદદ મળી રહે તે માટે પોલીસ અધિકારીઓના વાહન અને પોલીસનો મહિલા સંપર્ક કરી શકે તે માટે મહીલા વાહનમાં જ યુનીટ બટન થી પોલીસને સંદેશો પહોચાડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

દેશમાં  મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા માટે ૨૯૨૦ કરોડના ખર્ચે સરકાર સલામત શહેર યોજનાનો પ્રોજેકટ હાથ ઉપર લઇ રહી છે. જેમાં યોજના કાર્યરત થશે.મુંબઇ અમદાવાદા,બેંગ્લોર,ચેન્નાઇ, હૈદરાબાદને મહીલાઓ માટે સલામત શહેર બનાવવાની યોજના અમલમાં મૂકી રહી હતું.

મહિલા સંબંધી ગુનાહોને સંપૂર્ણપણે કાબુમાં લઇ ગૃહણીઓ વિઘાર્થીનીઓ અને નોકરી કરતી મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પુરુ પાડવા સરકાર હવે કટીબઘ્ધ બની છે.ગૃહમંત્રી રાજનાથસિંહે મંગળવારે  આ યોજનાની જાહેરાત કરી દેશભરમાં મહિલાઓને સંપૂર્ણ સુરક્ષિ મહિલાનું વાતાવરણ ઊભું કરવાની નેમ વ્યકત કરી હતી.

આ પ્રોજેકટમાં પસંદ કરાયેલા આઠ શહેરોમાં અમદાવાદનું પણ સામાવેશ કરવામાં આવ્યું છે. મહિલા માટે સુરક્ષિત શહેરો માટે ફાળવેલી ગ્રાન્ટમાં સૌથી વધુ ભંડોળ દિલ્હીને ૬૬૩.૭ કરોડ અને હૈદરાબાદમાં ૨૮૨.૫  કરોડ જયારે અમદાવાદ માટે ૨૫૩ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

આ પરિયોજના અંતર્ગત મહિલાઓ માટે સલામત શહેરોમાં ટ્રેકિંગ સીસ્ટમ  જાતિય સતામણી  માટેની તપાસણી માટેની સઘન વ્યવસ્થા અમેરિકામાં જેવી રીતે આપતિ સમય માટે ૯૧૧ નંબરની હેલ્પ લાઇન છે. તેવી રીતે ભારતમાં ૧૧ર નંબરની હેલ્પલાઇન પર ઇમરજન્સી સેવાઓ મળશે.

જાતીય ગુનાહોની તપાસ માટે ડીએનઓ એના લીસીસ અને ફોરેનસીક લેબોરીટીઓનું મુંબઇ, ચેન્નાઇ, મધુરાઇ, લખનવ, આગરા અને કલકત્તા માં નિર્માણ કરવામાં આવશે. ચુંટણી આચારસંહિતાનું અમલ લાગુ પડે તે પહેલા જ મહીલા ઓની સુરક્ષા માટેનો આ પ્રોજેકટ સરકારે બહાલ કરીને મહિલાઓની સુરક્ષા અંગે સરકારની પ્રતિબંધતા વ્યકત કરી છે.

દિલ્હીમાં ૬૬૪ કરોડ ના રોકાણ જ મહીલા સુરક્ષા માટેના આધુનિક ટેકનોલોજીથી સજજ પેટ્રોલ વહાનોમાં તમામ પ્રકારનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકારના આ અભિગમને વ્યાપક આવકાર મળી રહ્યો છે. મહિલાઓની સલામતિ માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગનાં સરકારના પ્રયત્નોને ચોમેરથી આવકાર મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.