Abtak Media Google News

ડેટા ઇઝ કિંગ!

નાગરિકોના વ્યક્તિગત ડેટાને સુરક્ષીત કરવા સરકારનું પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ તૈયાર

ફેસબુક, ગુગલ, વોટ્સએપ અને ટીકટોક સહિતના સોશિયલ મીડિયા જાયન્ટસ તેમજ એપ્લીકેશન ડેટાનો સંગ્રહ, ઉપયોગ કઈ રીતે કરે છે તેના પર સરકારની બાજ નજર રહેશે

ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે  ડેટાને પ્રોટેકટ કરવા અતિ આવશ્યક બની ગયા છે. હાલ કોઈપણ ક્ષેત્રમાં ડેટા જ કિંગ સમાન બની ગયા છે. આવા સંજોગોમાં લોકોના વ્યક્તિગત ડેટાનું રક્ષણ કરવા મોદી સરકાર દ્વારા ડેટા પ્રોટેકશન બીલ તૈયાર કરવામાં આવ્યું હતું. અગાઉ ૨૦૧૮માં તૈયાર કરેલા ડેટા પ્રોટેકશન બીલ બાદ હવે કેન્દ્રીય કેબીનેટ દ્વારા પર્સનલ ડેટા પ્રોટેકશન બીલને પારીત કરાયું છે.

ભારતમાં વ્યક્તિગત ડેટાને સુરક્ષીત રાખવા મુદ્દે તંત્ર દ્વારા અત્યાર સુધી અનેક બેદરકારી દાખવવામાં આવી હતી. વ્યક્તિગત વિગતોનું ઓનલાઈન કે ઓફલાઈન શેરીંગ સુરક્ષીત રીતે થવું જોઈએ. સરકારે આ પ્રક્રિયા માટે પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ તૈયાર કર્યું છે. હાલ મોટાભાગની સંસ્થાઓ ડિજીટલાઈઝ થઈ ગઈ છે. ત્યારે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ કે ગુગલ પાસેથી ડેટા લીક થતાં હોવાની ઘટનાઓ ચર્ચાઈ છે. આવા સંજોગોમાં ભારતીય નાગરિકોના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ ઈન્ટરનેટ જાયન્ટ કઈ રીતે કરી રહ્યાં તે હવે સરકાર સુનિશ્ર્ચિત કરશે.

આજના ડિજીટલ યુગમાં કોમ્પ્યુટર અને મોબાઈલમાંથી યુઝર્સની વ્યક્તિગત વિગતો ચોરાઈ જવાનો સૌથી વધુ ખતરો છે. થોડા સમય પહેલા ગુગલના સ્ટોર પરી કેટલીક એપ્લીકેશનો વ્યક્તિગત ડેટા લીક કરતી હોવાના આક્ષેપો થયા હતા. આવી એપ્લીકેશનો સામે ગુગલ દ્વારા તવાઈ પણ ઉતારવામાં આવી હોવાનું ચર્ચાયું હતું. ત્યારે ર્ડ પાર્ટી સ્પાઈવેર એટલે કે, લોકોની વિગતો ચોરતા સોફટવેર અંગે લોકો સજાગ રહે તે જરૂરી છે. આવા સ્પાઈવેરના કારણે ભારત સરકાર વધુ સજાગ બની છે.

મોદી સરકારે તૈયાર કરેલું પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ હેઠળ ડેટા કલેકશન, તેના ઉપયોગ, તેના સંગ્રહ અને તેના ટ્રાન્સમીશન બાબતે સંકળાયેલું છે. ડેટાનો સંગ્રહ કેવી રીતે અને ક્યાં થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે આ ડેટા કલેકશન બીલ હેઠળ સમાવાયું છે. હાલ ખાનગી કંપનીઓ પાસે લોકોનો ડેટા પહોંચી જાય છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ પણ વ્યક્તિગત ડેટા લીક થયો હોય તેવા સંજોગોમાં લોકો બનતા હોય છે. જેથી સરકારે અગાઉ પણ યુઝર્સના વ્યક્તિગત ડેટાને પ્રોટેકટ કરવા મામણ કરી હતી. જો કે, હવે સત્તાવાર બીલ તૈયાર કર્યું છે.

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટીકટોક સહિતના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના વધતા વ્યાપ સોથે આ એપ્લીકેશનો પર રહેલા લોકોના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે ઈ રહ્યો છે તે અંગે વારંવાર સવાલો ઉઠી ચૂકયા છે. અગાઉ ફેસબુક જેવા સોશ્યલ મીડિયા જાયન્ટસે ડેટા લીક કર્યા હોવાના ગંભીર આરોપ સાબીતી સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ સોશ્યલ મીડિયા તેમજ અન્ય ઈન્ટરનેટ કંપનીઓ ડેટાનો સંગ્રહ ભારતમાં જ કરે તેવી અપેક્ષા સરકાર દ્વારા સેવવામાં આવી હતી.

જો ડેટાનો સંગ્રહ ભારતની બહારના સર્વરમાં થાય તો ડેટાનો દૂરઉપયોગ થશે તેવી શંકા સેવવામાં આવી હતી. દરમિયાન કેટલીક કંપનીઓ ભારતની અંદર ડેટા સંગ્રહ કરવા તૈયાર પણ નહોતી. જેથી સરકાર હવે ઈન્ટરનેટ કંપનીઓને પકડમાં લેવાનો પ્રયાસ કરશે. આ બીલ હેઠળ કંપનીઓને ર્આકિ દંડ ફટકારી શકાશે. ઉપરાંત વ્યક્તિગત જવાબદારીનો મુદ્દો પણ બીલમાં સમાવી લેવાયો છે.

સરકાર ઘણા સમયથી સોશિયલ મીડિયા જાયન્ટસ અને ગુગલ પ્લે પરની એપ્લિકેશનો દ્વારા એકઠા કરાતા ડેટા અને તેના ઉપયોગ મામલે ચિંતિત જણાઇ રહી હતી. દરમિયાન બ્રિટન અને અમેરિકામાં ડેટા પ્રોટેક્શન મુદ્દે આવેલી જાગૃતિના બીજ ભારતમાં પણ રોપાયા હતા અને વિદેશી કંપનીઓ દ્વારા ભારતીય નાગરિકોના ડેટા વેંચી થતી કમાણી ઉપર લગામ લગાવવા માટે સરકાર સફાળી જાગી હતી. પરિણામે સરકારે તાત્કાલિક ધોરણે ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. ૨૦૧૮માં સરકારે ડેટાને પ્રોટેક્ટ કરવાની ક્વાયત શરૂ કરી હતી અને ગત તા. ૪ના રોજ આ બિલને આખરી ઓપ અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.