Abtak Media Google News

આ મુદે ચર્ચા કરવા વડાપ્રધાન મોદીએ આજે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પહેલા વિપક્ષોનું અકડ વલણ

વડાપ્રધાન નરેન્દ્રમોદીની આગેવાનીમાં સત્તાના સુત્રો સંભાળનારી કેન્દ્ર સરકારે દેશના ભવિષ્ય માટે મહત્વના ગણી શકાય તેવા દેશમાં એકદેશ એક ચૂંટણીને લઈને મંથન કરવાની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને આ મુદે ચર્ચા માટે બેઠક યોજીને તમામને તેમાં આમંત્રીત કરવામાં આવ્યા છે. તમામ રાજકીય પક્ષો કે તેમની પાસે લોકસભા કે રાજયસભામાં ઓછામાં ઓછો એક એક સાંસદ હોય તે તમામ પક્ષોને આ મહત્વાકાંક્ષી મુદાની ચર્ચા અંગે બેઠકમાં નિમંત્રીત કર્યા છે. ત્યારે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષે કે જે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીએ એક સાથે યોજવાના વિરોધ છે. તે તમામ રાષ્ટ્રીય પક્ષો એક મંચ પર આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

કેન્દ્ર સરકાર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદાને લઈને આજે બુધવારે યોજાનારી બેઠક માટે ખૂબજ આશાવાદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક માટે તમામ પક્ષોને આમંત્રીત કર્યા છે. મંગળવારે સંસદમાં યુપીએ પક્ષોનાં નેતાઓએ મોડી સાંજે આ અંગે ચર્ચા માટે ભેગા થયા હતા અને તેમણે નિર્ણય કર્યો હતો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાય તે પહેલા અને રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોના નેતાઓને આ મુદે ચર્ચા માટે બોલાવ્યા છે. યુપીએમાં સામેલ નેતાઓમાં પીઆર બાલુ ડીએમકેના કનીમોજી, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાહ એનસીપીના સુપ્રીયા સુલો રીયુએમએના પી.કે. કૃણાલીકટ્ટી મંગળવારે યોજાયેલ બેઠકમાં હાજર રહ્યા હતા. સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી બંને પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદે બોલાવાયેલી બેઠકના મુદે દ્વિઘા અનુભવી રહ્યા છે. અને કેટલાકમાંનીરહ્યા છે.કે ભાજપ આ મુદે જાળ બીછાવી રહ્યું છે. આ વિચારના અમલ પૂર્વે યોગ્ય ચર્ચા થવી જોઈએ ઘણા નેતાઓ આ બેઠકમાં સામેલ થવા ઈચ્છે છે જયારે કેટલાક નેતાઓ જેવા કે ટીઅમેસીનાં મમતા બેનર્જી ડીએમકેના એમકે સ્ટાર્લીંગ, ટીઆરએસના કે ચંદ્રશેખર રાવ જે અગાઉથી જ આ બેઠકથી અળગા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મમતા બેનજીએ કેન્દ્ર સમક્ષ આ મુદે ઉતાવળ કરવાના બદલે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ

વડાપ્રધાન દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય નેતાઓની બેઠકમાં એક રાષ્ટ્રએક ચૂંટણીના મુદા ઉપર આ બેઠકમાં વર્ષ ૨૦૨૨માં આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉપરાંત મહાત્મા ગાંધીની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણીની ચર્ચા પણ થો આ બેઠક તમામ સાંસદો સાથેની ચર્ચા બાદ ભોજન બાદ સમાપ્ત કરવાનો ૨૦જૂનના કાર્યક્રમ રાજધાનીમાં ભારે ચર્ચામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજયસભા અને સંસદમાં એક એક સભ્ય ધરાવતી પાર્ટીઓ સહિત તમામને આ બેઠક માટે નોતરૂ આપ્યું છે. મમતા બેનર્જીઐ એક રાષ્ટ્ર એક ચૂટણીના મુદે ઉતાવળ ન થવી જોઈએ અને તમામની સર્વ સહમતીનો આગ્રહ રાખ્યો છે. આજે મળનારી આ બેઠકમાં વિપક્ષોના મુડ કેવો રહષશે તેના પર તમામની મીટ મંડાયેલી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાથી નાણાં અને સમયનો વ્યય અને ચૂંટણી પંચની કામગીરી સહેલી થઈ જાય તેવો તર્ક સામે વિપક્ષોએ આ મુદે બંધારણ્ય સુધારાની આવશ્યકતા અને આવો મુદો ઉતાવળે હાથ ઉપર ન લેવો જોઈએ તેઓ મત વ્યકત કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.