Abtak Media Google News

પાણીની કાયમી તંગી ભોગવતા રાજસ્થાનમાં જાહેર સભા સંબોધતા વડાપ્રધાન મોદીનું વચન

અનેકતામાં એકતા ધરાવતા વિશાળ દેશ ભારતમાં સમયાંતરે અનેક રાજયોમાં અનેક કારણોસર પાણીની તંગી સર્જાતી રહી છે. પાણીની તંગી ના કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકારના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પાણી માટે ખાસ અલગ ‘જળશકિત’મંત્રાલય બનાવવાની જાહેરાત વડાપ્રધાન મોદી ગઇકાલે એક ચુંટણી સભાને સંબોધતા કરી હતી.

વડાપ્રધાન મોદીએ પોતાના ચુંટણી ભાષણમાં જણાવ્યું હતું કે મને ખબર છે કે આ વિસ્તારમાં પાણીની તંગી અનેક મોટી સમસ્યા અને તેનાથી હું સારી રીતે વાકેફ છું. દેશના અનેક રાજયોના અનેક વિસ્તારોમાં આવી જે પાણીની તંગીની સમસ્યા સમયાંતરી ઉદભવતી રહે છે. જેથી ભારત સરકારના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પાણીની તંગી અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે ખાસ અલગ મંત્રાલય બનાવવામાં આવશે.

‘જળ શકિત’મંત્રાલયના નામે બનનારા આ મંત્રાલયમાં પાણીનો મહત્તમ ઉપયોગ થાય અને પાણીનો કયાંય વેડફાટ ન થાય કયાંક પાણી તંગી સર્જાય તેવી સ્થિતિની વિગતો મેળવી ને આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યરત રહેશે. તેમ જણાવીને મોદીએ રાજસ્થાનના સુકા પ્રદેશોમાં પણ મોદી પાણી પાણી કરી દેશે તેવું વચન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના કાયમી પાણી તંગી વાળા વિસ્તારોમાં આવેલી ૧ર લોકસભા બેઠકો પર છઠ્ઠી મે એ યોજાનારા પાંચમા તબકકા માં જયારે બાકીના ૧ર બેઠકો પર ર૦ એપ્રિલે મતદાન થઇ ગયું છે. આ ચુંટણી વચન દ્વારા વડાપ્રધાન મોદીએ પાણીની કાયમી તંગી ભોગવતા રાજસ્થાનના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.