Abtak Media Google News

બીનજરૂરી અને કાળગ્રસ્ત કાયદાઓને હટાવવાનું કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ નિર્ણય: આરટીઆઈ હેઠળ વિગતો મંગાઈ

મોદી સરકારે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ૧૪૨૦ જેટલા જરીપુરાણા કાયદાઓ હટાવ્યા હોવાનું જાણવા મળે છે. સરકારે રદ્દ કરેલા ૧૪૨૦ કાયદાઓ બીનજરૂરી અને કાળગ્રસ્ત ગણાવ્યા છે. તેવું આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં ફલીત થયું છે.

પબ્લિક ઈન્ફોર્મેશન દ્વારા આપવામાં આવેલી વિગતોનુસાર ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૧૪૨૦ જેટલા કાયદાઓ મોદી સરકારે રદ્દ કર્યા છે. લખનૌના નૂતન ઠાકુર નામના કાર્યકરે આરટીઆઈ હેઠળ માંગેલી વિગતોમાં આ ફલીત થયું છે. આંકડાનુસાર રીપીલીગ એન્ડ અમેન્ડીંગ એકટ ૨૦૧૫ હેઠળ કેન્દ્ર સરકારે ૩૫ કાયદાઓ રદ્દ કર્યા છે. ૨૦૧૫માં ૯૦ અને ૨૦૧૬માં ૧૦૫૦ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૭માં ૨૪૫ કાયદાઓ રદ્દ કર્યા હોવાનું માલુમ થાય છે. દેશમાં અનેક કાયદા નિરર્થક તેમજ બિનજરૂરી હોવાની દલીલ ઘણી વખત થઈ ચૂકી છે. કાયદાઓમાં બદલાવ કરવાનો નિર્ણય સરકારે અવાર-નવાર લીધો છે. સમય સાથે કાયદાઓમાં બદલાવ અથવા જૂના કાયદા રદ્દ કરવાની જરૂરીયાત છે. જયારે મોદી સરકારે ૧૪૨૦ કાયદાઓ રદ્દ કરવાનો નિર્ણય ચાર વર્ષના કાર્યકાળમાં લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.