Abtak Media Google News

સીબીઆઇ અને ઇ.ડી. ક્રિશ્ચનની કરી રહી છે આકરી પૂછતાછ લાંચ અને સ્કેમ સંડોવાયેલા રાજકીય નેતાઓ તથા સરકારી અધિકારીઓના નામ આવી શકે છે સામે

હાલ ઓગષ્ટા વેસ્ટ લેન્ડ ચોપર સ્કેમનો વચ્ચેટીયો મિસેલ ક્રિસચેનને પકડી પાડવા ભારતને મોટી સફળતા મળી છે. જેને લઇ હાલ કોગ્રેંસ પક્ષમાં ખૂબ જ ખળભળાટ મચી જવા પામી છે. ભાજપ સરકાર માટે આ ખૂબ જ મોટી જીત માનવામાં આવી રહી છે. જે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને જીત તરફ દોડી જશે જ્યારે કોગ્રેંસને હાર તરફ.

વાત એવી પણ સામે આવી રહી છે કે ઓગષ્ટા વેસ્ટ લેન્ડ સ્કેમના અન્ય આરોપીના નામ ઘોષિત કરશે કે કેમ? તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ મિસેલ ક્રિસચેનની સીબીઆઇ તપાસ ચાલી રહી છે. તેને પટીયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં સીબીઆઇ તથા ઇ.ડી.એ. અદાલતને મિસેલને હિરાસતમાં રાખવા અને તેને પૂછતાછ કરવાની માંગ કરી હતી.

વાત એવી પણ સામે આવી છે કે પૂછતાછ દરમિયાન ઘણાં ભારતીય રાજકીય લોકોના નામ ખૂલશે. મિસેલ ભારતમાં આવતાં જ રાજનૈતિક તોફાન આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ભાજપે આને સૌથી મોટી જીત ગણાવી છે. જ્યારે ગાંધી પરિવાર માટે એક મોટી મુસિબત સામે આવી છે કે ત્યારે જોવાનું એ રહ્યું છે કે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. ત્યારે આ મુસિબતથી કોગ્રેંસ પક્ષ કઇ રીતે બહાર આવી શકશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દુબઇના અદાલતે મિસેલના પ્રત્યાર્પણની અરજીને ઠુકરાવી દીધી હતી જેને લઇ ભારત દેશે એટલે કે ભાજપ સરકારે તેમની ગતિવિધિ વધુ ઉગ્ર કરી હતી જેના પરિણામ સ્વરૂપે મિસેલ ક્રિસચેનને ભારત લાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ યુ.પી.એ.ના શાસન કાળ દરમિયાન ૧૨ વીવીઆઇપી હેલીકોપ્ટરના સપ્લાયને લઇ કૌભાંડ કરવામાં આવ્યું હતું.

જેના પ્રત્યુઉત્તરમાં કોગ્રેંસપક્ષ ભાજપ ઉપર રાફેલ મુદાને લઇ શાબ્દિક પ્રહારો કરી રહ્યું હતું ત્યારે જ્યારે વેસ્ટ લેન્ડ કૌભાંડ બહાર આવતા કોગ્રેંસપક્ષ માટે માઠા સમાચાર આવ્યા હોય એવું લાગી રહ્યું છે. ૨૦૧૯ની ચૂંટણી બહુ જ નજીક છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ઓગષ્ટા વેસ્ટ લેન્ડ કરારને લઇ ભાજપ કોગ્રેંસ પર પલટવાર કરશે. તમામ સાંચ એજન્સીઓને વિશ્વાસ છે કે મિસેલએ તમામ નેતાઓ અને અધિકારીઅોના નામના ખુલાસા કરી શકે છે જેમને રિશ્વત આપવામાં આવી હતી.

ત્યારે પ્રશ્નએ છે કે આ તમામ મુદેમિસેલ ક્રિસચેન સીબીઆઇ અને ઇ.ડી.ને કેટલી માહિતીઓ પૂરી પાડશે. પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે તેને દુબઇની અદાલતમાં દલિલ કરી હતી તેમની સાથે ભારત અમાનવીય વ્યવહાર કરી શકે છે. તથા પોતાના રાજકીય નેતાઓના નામ દેવડાવા દબાવ પણ કરી શકે છે. પરંતુ હાલના સમયમાં કોર્ટને તેની અરજીને ખારીજ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.