Abtak Media Google News

મોદી સ્કૂલ દ્વારા પ્રેપ સેકશનથી ધો.૪ અંગ્રેજી માધ્યમના બાળકો માટે ફનોલોજી અને ફેન્સી ડ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન સ્કૂલના પ્રિન્સીપાલ તથા નાના નાના ભુલકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નર્સરીથી એચ.કે.જી.ના વિદ્યાર્થીઓએ રાઈમ્સ, જોડકણાં, ડ્રામા, સ્ટોરી, એક પાત્રીય અભિનય, પમ્પ-પમ્પ ડાન્સ વગેરે રજુ કર્યા હતા. તેમજ ધો.૧ થી ૪ના વિદ્યાર્થીઓ માટે ફેન્સી ડ્રેસની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં વિદ્યાર્થીઓ અલગ-અલગ પાત્રો બનીને આવ્યા હતા. જેમ કે સચીન, મહારાણી લક્ષ્મીબાઈ, દુલ્હન, ન્યુઝ પેપર, ફ્રુટસ, વેજીટેબલ, ઝાડ (પર્યાવરણ), પવનચકકી, ડોકટર, વકીલ, પોલીસ, સામાજીક કાર્યકર, શિક્ષક, નેતા, પરી સહિતના પાત્રો ભજવીને વિદ્યાર્થીઓએ પ્રવૃતિનો આનંદ માણ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ જે પાત્રો બન્યા હતા તેના વિશે સ્પીચ પણ આપી હતી. અલગ-અલગ ડાન્સ રજુ કયાૃ હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ ફનોલોજીમાં વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કુલના પ્રિન્સીપાલ ઈન્ચાર્જ શિક્ષકગણ તથા અન્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.