Abtak Media Google News

કોરોનામાં ઉપયોગી મનાતી હાઇડ્રોકસી કલોરોકિવાઇન અને પેરાસીટામોલની વિશ્વભરમાં ભારે માંગ ઉભી થવા પામી છે: આ બંને દવાઓના ઉત્પાદનમાં ભારત વિશ્વભરમાં અગ્રેસર

ચીનમાંથી પ્રસરેલા કોરોના વાયરસ કોવિદ-૧૯ના ખાત્માની અસરકારક દવા હજુ વિશ્વમાં ઉપલબ્ધ બની નથી. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ભારતમાં મેલેરિયા  નાબુદી માટે વાપરવામાં આવતી હાઇડ્રોકસી કલોરાકિવાઇન અને તાવમાં રામબાણ ઇલાજ તરીકે વપરાતી પેરાસીયમોલનો ઉપયોગથી ઇલાજમાં સારા પરિણામો મળી રહ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને મિત્ર ભાવે આ બન્ને દવાઓ પરના નિકાસ પ્રતિબંધ હળવા કરવાની વિનંતી કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતીને માન આપી કેન્દ્રની મોદી સરકારે તમામ દવાઓને મુકત રીતે નિકાસ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હાઇગ્રેકસી કલોરોડિવાઇન અને પેરાસીયમોલના નિકાસને પતિબંધિત યાદીમાં સામેલ નકકી કર્યુ હતું.

વિદેશ મંત્રાલયે દવા ક્ષેત્રઅને દેશની જરુરીયાત ને ઘ્યાને લઇ આ નિર્ણય લીધો હતો. ભારત વિશ્વમાં હાઇડ્રોકસી કલોરાકિવાઇનના ઉત્પાદન  અને નિકાસ કરતું સૌથી અગ્રેસર દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને આ દવાઓના પ્રતિબંધને દુર કરવા વિનંતી કરી છે. હાઇક્રોકસીકલોરા કિવાઇનની અમેરિકામાં નિકાસ કરવા હિમાયત કરી હતી. અમેરિકામાં કોરોનાના ઇલાજ માટે મેલેરિયા વિરોધી દવા તરીકે ઉપયોગી દવાઓ કે જે ભારતમાં આરોગ્ય કર્મચારીઓને કોરોના સંક્રમણથી બચાવવા ઉપયોગમાં લેવાય છે. વિશ્વના કેટલાંક દેશોમાં હાઇડ્રોકસી કલોરાકવાઇનની ની આડઅસરોના કારણે ઉપયોગ થતો નથી.

અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં હજારો લોકોનું જીવન કોરોનાના સંકજામાં આવી ગયું છે. ત્યારે હાઇડ્રોકસી કલોરોકવાઇનની માંગ ઉભી થઇ છે. સોમવારે આ અંગેનો છેલ્લો ફોન ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન  સ્કોટ મોરીસનનો આવ્યો હતો. જેમણે નરેન્દ્ર મોદીને થોડા દિવસોમા જ દવાઓ ની નિકાસના છુટની વિનંતી કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ, ઇઝરાયેલ, બેહરીન, સ્પેન, ફ્રાન્સ, જર્મની, ઇગ્લેન્ડ સહિતના કેટલાય દેશોએ દવાઓમાં ખાસ કરીને હાઇકોકસીકલોરો ડિવાઇનની નિકાસ કરવા વિનંતી કરી છે મેલેરીયા વિરોધી ભારતની દવાઓની માંગ અત્યારે વિશ્વભરમાં ઉભી થઇ છે. ભારતે તાજેતરમાં જ ચીન પણ પ૦ મીલીયન ટનનો દવાઓનો ઓર્ડર મળ્યો હતો.  જયારે કોરોના વાયરસનું સંક્રમણ શરુ થયું ત્યારે સરકારે દવાઓના નિકાસ ઉપર ધીરે ધીરે ઘટાડો કર્યો હતો. દેશની જરુરીાયતોને ઘ્યાને લઇ સરકારે આંતરિક અને બાહ્ય વ્યવહારના સંતુલન માટે કેટલાક નિયંત્રણો લાવ્યા હતા. જો કે વિશ્વની જરુરીયાત ને ઘ્યાને લઇ મોદી સરકારે મન મોટું રાખીને જણાવ્યું હતું કે અમે અમારે આંતરરાષ્ટ્રીય ભુમિકામા:થી પાછી પાની ન કરી શકીએ ડોનાલ્ડ ટ્રમ્પના ફોન પછી સોમવારે સરકારે લાંબી વિચારાત્મક કવાયત બાદ અમેરિકા સાથેના સંબંધો અને જરુરીયાતોને ઘ્યાને લઇ હાઇડ્રોકસી કલોરાકવાઇન અને પેરાસીયમોલ જેવી મહત્વની બે દવાખોની નિકાસના પ્રતિબંધો હળવા કરવાનું નિર્ણય લીધો હતો ભારતે આ નિર્ણયમાં અમેરીકા સાથેના દ્રિપક્ષીય સંબંધો અને મિત્રતાને મહત્વ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.