Abtak Media Google News

ભારતે ૫૮૦ ટન અન્ન, જીવન જરૂરી ચીજ વસ્તુઓના જથ્થા સાથેનું જહાજ માલદીવ મોકલ્યું

દરિયાઈ આધિપત્ય જાળવવા ભારત માટે માલદીવ મહત્વનું છે. આ દેશની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેવના કરી અને વ્યૂહાત્મક ચિંતા કરી માલદીવ ખાતે અન્ન તથા આવશ્યક ચીજ વસ્તુઓ સાથેનું એક જહાજ મોકલ્યું હતુ.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતુ કે સાગરમાલા યોજના હેઠળ ભારતીય નૌસેનાનું જહાજ કેસરી ૫૦૦ ટન અનાજ તથા આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો લઈ ગઈકાલે માલદીવના મેલ પોર્ટ ખાતે પહોચ્યું હતુ મિત્ર દેશને મદદ કરવાના હેતુથી આ જહાજ અન્નનો જથ્થો લઈ ત્યાં પહોચ્યું છે.

કોરોનાના સંક્રમણને રોકવા નકકી કરાયેલા ધારાધોરણને અનુસરવમાં આવે છે તે રીતે અહીં પણ રોગચાળો ન ફેલાયતે માટે સામાજીક અંતર જાળવીને અન્ન જરૂ રી ચીજ વસ્તુઓ માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહીદ અને સંરક્ષણમંત્રી મહમદ અહેમદ દાદા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારત તરફથી માલદીવના હાઈ કમિશ્નર સંજય સુધીર ઉપસ્થિત રહ્યા હતા.

શાહીદે ભારતના આ પગલાને આવકારી જણાવ્યું હતુ કે હાલના કોરોનાના કપરા કાળમાં ભારતની આ અમુલ્ય મદદ છે. તેને અમે માલદીવના લોકોમાં રમજાનની ભેટ ગણીએ છીએ.

માલદીવને મજબૂત બનાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગત રસ લઈ રહ્યા છે. અને આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમારા માટે વિદેશમંત્રી એસ.જયશંકર પણ ખાસ રસ લઈ રહ્યા છે. આવા પગલાથી બે દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.

આપણે બંને સાથે હોઈશું તો વધુને વધુ મજબૂત બનીશું હાલ કોરોનાનો રોગચાળો છે. તેને પણ આપણે સહેલાઈથી છેટો રાખી શકીશુ.હિન્દ મહાસાગરથી જોડાયેલા બંને દેશો વચ્ચેના સંબંધોનો સેતુ વધુ મજબૂત બનશે તેમ શાહીદે ટવીટ કરી જણાવ્યું હતુ. માલદીવના પ્રમુખ ઈબ્રાહીમ મોહંમદ સોલીએ પણ ભારતના આ સહકારી પગલાને આવકાર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.