Abtak Media Google News

જૂનાગઢ જી. એમ. ઈ. આર. એસ. મેડીકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ માં જુદા જુદા તમામ ટેસ્ટ માટે અત્યાધુનીક મશીન કાર્યરત કરાયું છે. રૂ.૧.૫૦ કરોડની કિમંતનું આ મશીન જૂનાગઢ જિલ્લામાં સૌ-પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાયું છે

કોવીડ-૧૯ માટે અત્યાર સુધી અમુક પરીક્ષણ ખાનગી લેબ સાથે  એમઓયુ  કરી રૂ. ૧૮૦૦ ચૂકવી કરાતા હતા. આ મશીન આવતા કોરોના રિલેટેડ તમામ ટેસ્ટ હવે સિવિલ હોસ્પિટલ ખાતે કરી શકાશે. આ અત્યાધુનીક મશીનનું  મેડીકલ કોલેજના ઇન્ચાર્જ ડીન. સુશીલકુમાર અને અધિક્ષક ડો. ભાવેશ બગડાએ ઉદ્ઘાટન કર્યું હતું.

મશીન અંગે વિગતો આપતા મેડીકલ કોલેજ અને હોસ્પિટલના બાયોમેટ્રિક વિભાગના હેડ ડો. અમીત ત્યાગીએ કહ્યું કે, કોવીડ-૧૯ રીલેટેડ ઉપરાંત થાઇરોડ, હોર્મોન સહિતના તમામ ટેસ્ટ સીવીલ હોસ્પિટલ ખાતે હવે વિનામૂલ્યે થશે. ડો. ત્યાગીએ વધુમાં કહ્યું  કે, આ મશીનમાં કોરોના ડિ ડાઈમાર, સિરપ ફેરીટીન, એલ. ડી. એચ. ક્રિએટીન કાઇનેઝ,  જેવા મોંઘા ટેસ્ટ એચ. બીએ ૧ સી ,વિટામિન ડી,બી-૧૨, કેન્સર પેશન્ટ માટેના ટયૂમર ના ટેસ્ટ પણ આ મશીનથી થશે

જૂનાગઢ જિલ્લા ઉપરાંત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના લોકો પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો લાભ મેળવે છે ત્યારે દર્દીઓ માટે આ મશીન આશીર્વાદરૂપ થશે. આ મશીનના ઉદ્ઘાટન પ્રસંગે બાયોકેમેસ્ટ્રી વિભાગના ડો. રૂપલ ત્યાગી, ડો.કમલેશ રબારી, ડો. રીંકુ ભાણવડીયા, તેમજ બાયો કેમેસ્ટ્રી વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.