Abtak Media Google News

અરજદારોને વચેટિયાઓના ત્રાસથી મુકિત મળવાની સાથે સમયનો પણ બચાવ થશે

સરકારે ડીજીટલ ઇન્ડિયાનો નારો આપ્યો હતો અને નાગરિકોની સુવિધાને ધ્યાને લઈને જરૂરી સેવાઓ ઓનલાઈન કરી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યમાં અનેક સેવાઓ ઓનલાઈન કરીને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે હજારો યુવાનોને આરટીઓ કચેરીના કામકાજમાં વેડફાતો સમય બચાવવાના હેતુથી સરકારે અગાઉ લાયસન્સ પ્રક્રિયા ઓનલાઈન કર્યા બાદ હવે પેમેન્ટ પણ ઓનલાઈન સ્વીકારવાની સેવા શરુ કરી છે

મોરબી જીલ્લો બન્યા બાદ મોરબી ખાતે આરટીઓ કચેરી પણ કાર્યરત કરવામાં આવી છે જેથી અગાઉ મોરબીના વાહનચાલકોએ રાજકોટ લાયસન્સ સહિતના કામકાજ માટે ધક્કો ખાવો પડતો તે કામ હવે ઘર આંગણે જ થઇ સકે છે વધુમાં મોરબીની આરટીઓ કચેરી ખાતે ઓનલાઈન લાયસન્સ પ્રક્રીયાથી કામકાજ ચાલે છે તેમજ હવે સરકાર દ્વારા પેમેન્ટ પણ ઓનલાઈન કરવાની સુવિધા આપવામાં આવી છે જે અંગે મોરબીના એઆરટીઓ જે કે પટેલ જણાવે છે કે ઓનલાઈન સેવાને પગલે કામકાજ ઝડપી બની શકશે સાથે જ વહીવટી પારદર્શકતા પણ આવશે જેથી નાગરિકોને તેનો ફાયદો મળી રહેશે મોરબીની આરટીઓ કચેરીમાં પણ વિવિધ કામકાજ માટે અરજદારો ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે જેથી સમયની બચત પણ થશે અને નાગરિકોનો સમય વેડફાતો અટકાવી શકાશે

રાજ્ય સરકાર દ્વારા અનેક જરૂરી સેવાઓ ઓનલાઈન કરી છે ત્યારે હવે આરટીઓ કચેરીની સેવાઓને ઓનલાઈનમાં સમાવી લઈને પેમેન્ટ સુધીની કામગીરી ઓનલાઈન થઇ રહી છે જેને નાગરિકો પણ આવકારી રહ્યા છે આરટીઓ કચેરીએ લાયસન્સના કામકાજ માટે આવેલા અરજદાર જણાવે છે કે ઓનલાઈન પેમેન્ટથી ફાયદો થશે અગાઉ વચેટીયાઓ ખોટી રીતે પૈસા પડાવતા હતા જે હવે બંધ થશે અને સરકારે નિયત કરેલી ફી ઓનલાઈન ભરી શકાશે જેથી ફી ભરવા માટે લાઈનમાં ઉભા રહેવું નહિ પડે જેથી સમયની બચત થશે જેથી ઓનલાઈન સેવાઓને આવકારી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.