Abtak Media Google News

એલ.સી.બી.એ મોબાઇલ વેચે તેે પહેલા ર૧ મોબાઇલ સાથે દબોચી લીધો

જામનગરની એલસીબી ટીમે શહેરમાં વધતી જતી ચોરીના બનાવોને  લઇને એક તસ્કરને ર૧ જેટલા ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી પાડયો હતો જે તસ્કરની પુછપરછમાં તેણે જામનગર શહેરમાંથી છેલ્લા છ મહિનાના સમગગાળામાં દરમ્યાન ૧૦ જેટલી મોબાઇલ ચોરી કર્યાની કબુલાત આપી છે. અને અન્યત્ર પણ સંખ્યાબંધ ચોરી કર્યાનો પણ કબુલ્યું છે.

જામનગરની સ્થાનીક ગુન્હા શોધક શાખા તસ્કરોએ પકડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. જે દરમ્યાન જામનગરના સરદારનગર વિસ્તારમાં રહેતો સુનિલ શંકરદાસ બંગાળી નામનો શખ્સ ચોરાઉ મોબાઇલ ફોન લઇને જનતા ફાટક પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચોરાઉ મોબાઇલ ફોન વેંચવા આવ્યો છે તેવી ચોકકસ બાતમીના આધારે એલસીબીની ટીમે સુનિલ બંગાળીને પકડી પાડયો હતો. જેના કબ્જામાંથી રૂ.૮૮ હજાર ૩૦૦ ની કિંમતની ર૧ નંગ ચોરાઉ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે તમામ ફોન કબ્જે કરી લઇ આરોપીની ધરપકડ કરી લીધી છે. અને રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

તેની વિશેષ પુછપરછ હાથ ધરાઇ હતી જેમાં તેણે જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી મોબાઇલ ફોનની દુકાનો તથા રહેણાંક મકાન વગેરેમાંથી છેલ્લા છ મહિના સમયગાળા દરમ્યાન ૧૦ જેટલા સ્થળે એથી સંખ્યાબંધ મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત આપી

હતી. પોલીસ દ્વારા તમામ સ્થળોએ કરેલી ચોરી અંગે ઉંડાણપૂર્વકની તપાસ શરુ  કરી છે અને તેની સાથે ચોરીમાં અન્ય કોઇ તસ્કરો સંડોવાયેલા છે કે તેમ જાણવા  માટે પણવિશેષ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.