Abtak Media Google News

હાલના સમયમાં કોઇપણ વ્યક્તિ પોતાના ફોન વગર રહી શકતુ નથી જ્યાં પણ જાય ત્યાં ફોન બધે સાથે જ લઇને જતા હોય છે જો તમને પણ મોબાઇલની આ કુટેવ હોય તો આજે જ છોડી દો. નહી તો જીવ ગુમાવવો પડશે. જો તમે ન્હાવા જતા હોય ત્યારે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોવ તો ધ્યાનથી વાંચો, કારણકે તાજેતરમાં જ એક એવો બનાવ બન્યો છે કે જે તમને ચોંકવી દેશે.

ન્યુ મેકક્સિકોમાં એક ચોંકાવનારો કેસ બન્યો છે, અહીં એક છોકરીને ન્હાતી વખતે મોબાઇલ ફોન રાખવાનું મોંઘુ પડી ગયુ. આ છોકરી મોબાઇલ લઇને પોતાની બાથરુમમાં જાય છે. પરંતુ થોડા સમય બાદ તેની લાશ તેના બાથટબમાં પડેલી મળી આવે છે. મેડિસન કોએવોસ નામની આ ૧૪ વર્ષની છોકરીને ન્હાતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાની ટેવ હતી. અને તે દિવસે પણ તે ન્હાતી વખતે મોબાઇલનો ઉપયોગ કરી રહી હતી. ત્યારે જ તેણે જોયુ કે મોબાઇલ ડિસ્ચાર્જ થઇ રહ્યો છે.

તેણે બાથટબમાં બેઠા-બેઠા જ મોબાઇલને ચાર્જીગ કેબલ સાથે કનેક્ટ કર્યો કે તરત જ તેના હાથમાંથી સેલફોન છટકીને પાણીમાં પડી ગયો. અને કરંટ લાગવાથી તે છોકરીનું મોત થઇ ગયું.

આ છોકરીના દાદીએ જણાવ્યું હતુ કે સામાન્ય રીતે તે જે હાથમાં મોબાઇલ પકડતી હતી. તે હાથ સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો. પોલીસે પણ આ બાબતની પુષ્ટિ કરી કે કરંટથી જ તેનુ મોત થયું છે. મૃતક મેડિસેનના માતાએ સોશ્યલ મિડિયા પર દરેક માતા-પિતાને આ સંદેશ આપ્યો કે તેઓ પોતાના બાળકોને ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.