Abtak Media Google News

દરિયામાં ગુમસુદા ૬૪ પ્રકારના ઓબ્જેકટ શોધવામાં સફળતા મળશે

મધદરિયે લાપત્તા થતા લોકોને શોધવા મુશ્કેલ બની જાય છે. માટે ઈન્ડિયન સેન્ટર ફોર ઓસેન ઈન્ફોર્મેશન સર્વિસ દ્વારા મધદરિયે ગુમ થયેલા લોકોને શોધવા ‘સરત’ નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી ૬૪ પ્રકારના ગુમસુદા ઓબ્જેકટ શોધી શકાશે.

મધદરિયે બોટ શીપ અને લોકો લાપત્તા થઈ જતા હોવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. નવી એપ્લીકેશન સરત હવે આવા ૬૪ ઓબ્જેકટને શોધી કાઢવા સક્ષમ છે. આ એપ્લીકેશનનું વેબ વર્ઝન ગત વર્ષે લોન્ચ થઈ ગયું હતું. હવે મોબાઈલ એપ લોન્ચ થઈ છે જે ગુગલ પ્લે સ્ટોર ઉપર મળી રહેશે.

આ એપ્લીકેશનના માધ્યમથી ભારતીય કોસ્ટગાર્ડ તેમજ કોસ્ટલ સિકયુરીટી પોલીસને લાપત્તા લોકો શોધવામાં મદદ‚પ થશે. તુરંત જ એકશન લઈ શકાશે. અગાઉ ચેન્નઈના દરિયામાં લાપત્તા ડોર્નીયર એરક્રાફટ શોધવામાં પણ સરતના માધ્યમથી ભારતીય કોસ્ટગાર્ડે સફળતા મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.