Abtak Media Google News

લાઠી બાબરાના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે રાજ્યમાં પ્રાથમિક શાળામાં ૨૦૧૦ પછી ફરજપર જોડાયેલા શિક્ષકોને ૪૨૦૦રૂ નો ગ્રેડ પે આપવો જોઈએ તેવી માંગ કરેલ છે તેઓએ જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક શાળામાં તેમજ વીવિધ ગ્રેજયુંએશન જેવી ઉચ્ચ લાયકાત ધરાવે છે પણ રાજ્યમાં આવી લાયકાત ધરાવતા શિક્ષકોને પૂરતો ગ્રેડ પે  નહિ મળતા અન્યાય થઈ રહ્યો છે

રાજ્ય સરકારના નાણાં વિભાગના  વિવાદિત ઠરાવના અમલના કરણોસર શિક્ષકોએ ૯ વરસની નોકરી પુરી કર્યા છતાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કે જે વર્ષોથી ૪૨૦૦રૂનો ગ્રેડ પે મળતું હતું તેને બદલે ૨૮૦૦રૂ નો ગ્રેડ પે મળી રહ્યો છે સમાજમાં શિક્ષણ થકી નિર્માણની મહત્વની ભૂમિકા ભજવતા  શિક્ષકો પ્રત્યે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ન્યાયિક કાર્ય કરવું જોઈએ તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.