શહેરના વોર્ડ નં.૧૮માં આવેલ શ્રધ્ધાદીપ સોસાયટીમાં રસ્તાના કામનું ખાતમૂર્હત કરતા ધારાસભ્ય ગોવિંદભાઇ

શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી: વિધાન સભાના પ્રભારી રાજુભાઇ બોરીચાની ખાસ ઉપસ્થિતિ

અહીં રાજકોટ શહેર વોર્ડ નં.૧૮ના વોર્ડ પ્રમુખ સંજયસીંહ રાણા, મહામંત્રી હિતેશભાઈ ઢોલરિયાના નેતૃત્વ હેઠળ શ્રધ્ધાદીપ સોસાયટી ખાતે રસ્તાનું મેટલીંગ કામ શરૂ કરાયું છે. આ પ્રસંગે ૭૦-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ખાતમુહૂર્ત કરેલ અને કામ શરૂ કરાવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તેમજ ૭૦-વિધાનસભાના પ્રભારી રાજુભાઈ બોરીચા ખાસ ઉપસ્થિત રહેલ.

વિશાળ સંખ્યામાં લતા વાસીઓની ઉપસ્થિતિમાં વોર્ડ નં.૧૮ ભાજપ આગેવાનો રાજુભાઈ માલધારી, શૈલેષભાઈ પરસાણા, જયેશભાઈ પટેલ, રાકેશભાઈ રાદડિયા, એલીસ્ભાઈ રાઠોડ, મનસુખભાઈ ઠુમ્મર, હિતેશભાઈ લીંબાસીયા, દેવાયતભાઈ ડાંગર, સુરેશભાઈ ઢોલરિયા, મનોજભાઈ પાલીયા, પંકજભાઈ લખતરીયા, હેમંતભાઈ કપુરીયા, વિરલભાઈ ઈડા, લતાબેન ગોરસીયા, રીટાબેન કોકલ, પંકજભાઈ દોંગા, મનસુખભાઈ ટાંક, બકુલભાઈ વાઘેલા, દિનેશભાઈ બોરીચા, દિનેશભાઈ કીડીયા સહીત વોર્ડમાંથી અસંખ્ય આગેવાનો ઉપસ્થિત રહેલ.

Loading...