રાજુલાના રામપરા-૨ ગામે ખેતરોમાં પાણી ભરાવા પ્રશ્ને રૂબરૂ મુલાકાત લેતા ધારાસભ્ય અંબરીષ ડેર

ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ઝડપથી હલ કરવા ખાત્રી આપી

રાજુલાના રામપરા-૨ ગામે અંદાજે ૧૦૦ જેટલા ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતા હોય જેના કારણે ખેડુતોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડે છે જેના નિરાકરણ કરવાના આશયથી ધારાસભ્ય અંબરીષ ડેરે રામપરા-૨ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં ખેડુતોના પ્રશ્નોને લઈને કોવાયા ગામના પૂર્વ સરપંચ ગાંડાભાઈ લાખણોત્રા અને રામપરાના પૂર્વ ઉપસરપંચ ગાંડાભાઈ વાઘ તેમજ આગેવાનો સાથે ખેતરોમાં ભરાયેલ પાણીના સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી.

જેમાં કોવાયા-રામપરા વચ્ચે અલ્ટ્રાટેક સિમેન્ટનાં ટીપીપી પ્લાન્ટ પાસે મોટુ નાળુ બનાવવાની જરૂર હોવાનું ખેડુતો દ્વારા જણાવાયું છે. આ નાળુ મોટુ બની જવાથી આ પાણી ભરાવાનો પ્રશ્ન હલ થઈ શકે. અંબરીષ ડેર દ્વારા આ વિસ્તારમાં ઉધોગો વિકસે એ આવકાર્ય છે

પણ સાથે સાથે અહીંના ખેડુતો અને અન્ય લોકો હેરાન ન થાય તે જોવાની જવાબદારી ઉધોગગૃહોની છે તેવું તેમણે જણાવેલ સાથે-સાથે રામપરા અને કોવાયા વચ્ચેનો બ્રિજ અને દરિયા બાજુથી રામપરામાં આવતું ખારુ પાણી અટકે તે માટે ચેકડેમ, કંપનીઓ તેના સીએસઆર ફંડમાંથી તાત્કાલિક બનાવે તેવી સુચના આપી આ ખેડુતલક્ષી પ્રવાસ દરમિયાન ખેડુતોને પડતી મુશ્કેલીઓ આગામી સમયમાં ઝડપથી હલ થાય તેવું કરવાની ખાત્રી અંબરીષ ડેરે આપી હતી.

Loading...