Abtak Media Google News

‘જેક મા ક્યાં છે ?’: ઓકટોબર મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઉદ્યોગપતિએ પોતાની વેબસાઈટ-શો માંથી પણ ‘એક્ઝિટ’ લઈ લીધી હતી

વિશ્ર્વની સૌથી મોટી શક્તિશાળી સામ્યવાદી વ્યવસ્થા ધરાવતા ચીનમાં ઘણી એવી વાતો હોય છે કે જે પોતાના દેશની સરહદોથી બહાર જતી જ નથી. આંતરીક કલહ, પોલીસ કાર્યવાહી હોય કે, દુર્ઘટના અથવા તો કોરોના જેવી મહામારીના મૃત્યુના આંકડા ચીનની મરજી વગર વિશ્ર્વને તેની આંતરીક બાબતની કોઈ અણસાર સુદ્ધા આવતી નથી. ચીનના કાયદા અને સરમુત્યારશાહી સામે વિશ્ર્વના કહેવાતા માનવ અધિકારના તાયફા કરનારા ઉફ કરી શકતા નથી. ચીનમાં ફરી એકવાર અગ્રણી, ઉદ્યોગપતિ અને જિનપીંગની સત્તા સામે અવાજ ઉઠાવનાર આંટ ગ્રુપના જેક મા ભેદી સંજોગોમાં ગુમ થયાના મામલે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. જેક મા છેલ્લા બે મહિનાથી દેખાતા નથી, તે પોતાના જ શોમાં પણ જજ તરીકેની ભૂમિકાથી પારોઠના પગલા ભરી ગયા છે. ફલેમ બોયાન્ટના સહસ્થાપક, અલીબાબા અને આંટ ગ્રુપના આઈપીઓને નવેમ્બર મહિનામાં રદ કરવામાં આવ્યા બાદ તેને પરદેશ જવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી. ત્યારબાદ જેક મા ભેદી સંજોગોમાં ગાયબ થઈ ગયા છે.

જેક મા એ બિઝનેશની સાથે સાથે સામ્યવાદ નીતિ અને સરકારની કાર્યશૈલી પર પ્રશ્ર્નાર્થ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. તેમણે ચીનને બુઢાઓનો દેશ અને યુવાનોની ઉપેક્ષાનું સરકાર પર આળ ઓઢાડ્યું હતું. જેક મા ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ હવે સરકાર સામે આગળી ચિંધાઈ રહી છે.

જેક મા ની પરિકથા જેવી સફળ ગાથા

ચાઈનીઝ ટાઈકુન જેક માએ એક દાયકામાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી

– ૧૯૯૪માં ઈન્ટરનેટ કંપની હેંકઝોવની સ્થાપના

– ૧૯૯૫માં પત્ની અને મિત્રો સાથે ચાઈના યલો પેઝીસ વેબસાઈટ શરૂ કરી

– ૧૯૯૯માં ચાઈનામાં બિઝનેશ ટુ બિઝનેશ માર્કેટ પ્લેસ સાઈટ અલીબાબાનું નિર્માણ

– ૨૦૦૩માં ટાવબાવ અલીપાઈ અને ઈ બે નો પ્રારંભ

– ૨૦૧૨માં અલીબાબા ઓનલાઈન ટ્રાન્જેકશનનું કદ ૧ ટ્રીલીયન યુવાન સુધી પહોંચાડ્યું

– ૨૦૧૪માં અલીબાબાનો આઈપીઓ ૨૫ બીલીયન ડોલરનો ન્યુયોર્ક સ્ટોક એક્ષચેન્જમાં નોંધાયો.  ફોર્બેશ ચાઈના રીચ લીસ્ટમાં ૧૯.૫ બીલીયન ડોલરનું નેટવર્થ ઉભુ કર્યું

– ૨૦૧૫માં બિઝનેશ સ્કૂલની સ્થાપના

– ૨૦૧૬માં ૩૩.૩ બીલીયન ડોલર સાથે જેક મા એશિયાના ધનવાન વ્યક્તિ બન્યા

– ૨૦૧૯માં ૩૦ સપ્ટેમ્બરે અલીબાબાના બોર્ડ પરથી નીચે ઉતર્યા

– ૨૦૨૦માં ચાઈનીઝ તંત્રએ આંટના અલીબાબા આઈપીઓને અટકાવ્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.